GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

પોલીસ સ્ટેશનમાં કામ કરી રહેલા ઈન્સ્પેક્ટર પર ચડી ગયો વાંદરો, માથામાંથી જૂઓ શોધી ખાવા લાગ્યો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ ઓફિસર ટેબલ પર બેસીને કામ કરી રહ્યા છે અને તેમના માથા પર બેસીને એક વાંદરો જૂ કાઢી કાઢીને ખાઈ રહ્યો છે. હેરાન કરનાર વાત તો એ છે કે આ વીડિયો ઉત્તર પ્રદેશના પીલીભીચ જિલ્લાનો છે.

પીલીભીતના પોલીસ સ્ટેશન કોતવાલી નગરમાં સોમવારે એક ખૂબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનમાં મુખ્ય પોલીસ અધિકારી જ્યારે બપોરે ફરિયાદ સાંભળી રહ્યા હતા ત્યારે જ તેમના માથા પર એક વાંદરો આવીને બેસી ગયો.

શ્રીકાંત દ્વિવેદી ફરિયાદ સાંભળવાનું કામ કરતા હતા ત્યાં જ તેમના માથા પર બેસીને વાંદરો વાળમાંથી જૂ કાઢી-કાઢીને ખાઈ રહ્યો હતો. ઈન્સ્પેક્ટરે વાંદરાને નીચે ઉતરવા માટે પ્રયત્ન કર્યો પરંતુ તે ન માન્યો.

ઈન્સ્પેક્ટના માથા પરથી જ્યારે બધી જ જૂ ખતમ થઈ ગઈ ત્યારે વાંદરો ત્યાંથી કુદકા મારતો મારતો જતો રહ્યો. અને ઈન્સ્પેક્ટર સાહેબ ફરિથી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.

આ ઘટનાનો વીડિયો બનાવીને કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો છે. અને ત્યાર બાદ તે ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Read Also

Related posts

ભગવાન શ્રીકૃષ્ણના પરિવારને લઈને કરેલા નિવેદન બાદ વિવાદ વધતા આખરે મોરારીબાપુએ માગી માફી

Nilesh Jethva

આણંદ : નાયબ મામલતદાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, એસીબી ટ્રેપમાં ફસાયા

Nilesh Jethva

મે મહિનામાં વસ્ત્રોના વેચાણમાં 84 ટકાનો ઘટાડો; ફેક્ટરીઓ PPE કીટ, ફેસ માસ્ક બનાવવામાં રહી વ્યસ્ત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!