GSTV
Home » News » ઉત્તર પ્રદેશમાં નાગે કિશોરીના સેથામાં સિંદૂર પુરતા મચ્યો હડકંપ

ઉત્તર પ્રદેશમાં નાગે કિશોરીના સેથામાં સિંદૂર પુરતા મચ્યો હડકંપ

કરઈલ ગામમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવતા હડકંપ મચ્યો છે. મંગળવારે નાગ દ્વારા એક કિશોરીના સેથામાં સિંદુર પુરવાની ઘટના સામે આવી છે.

પ્રતિકાત્મક તસવીર

ગામ લોકોના કહેવા પ્રમાણે બે અઠવાડિયા પહેલા લલ્લુ સાહની દિકરી સરિતા કુમારી (16) પોતાના ખેતરમાં ઘાસ કાપી રહી હતી. તે દરમિયાન એક સાપે તેને ડંખ માર્યો હતો. કિશોરી ડરીને પોતાના ઘરે ગઈ જ્યા તેમણે તેની માને વાત કરી. ઘરના લોકોએ તાત્કાલિક તેને તંત્ર મંત્ર કરતા તે ઠીક થઈ ગઈ હતી. શુક્રવારે ફરીવાર ઘાસ કાપતા સમયે સાપે કિશોરીને ડંખ માર્યો.

કિશોરીએ રાડ પાડીને પોતાની માને બોલાવી

આની જાણકારી કિશોરીએ ઘરના સભ્યોને કરતા ફરીવાર તંત્ર મંત્ર કરતા તે ઠીક થઈ ગઈ હતી. મંગળવારે કિશોરી પોતાના ખેતરમાં સવારે નવ વાગ્યાની આસપાસ અનાજ રોપી રહી હતી અને તેની મા થોડી દુર ઘાસ કાપી રહી હતી. ત્યારે સાપ કિશોરીના માથા ઉપર ચઢી ગયો હતો. કિશોરીએ રાડ પાડીને પોતાની માને બોલાવી હતી. ત્યાર બાદ મા-દિકરી બન્ને ઘરે પરત ફર્યા હતા. જ્યારે કિશોરીના કાકીના નજર કિશોરીના માથા ઉપર ગઈ તો તેઓ દંગ રહી ગયા હતા.

સાપે કિશોરીની સેથામાં સિંદુર ભરી દીધુ

કાકીએ કિશોરીની માને જણાવ્યું કે સાપે કિશોરીની સેથામાં સિંદુર ભરી દીધુ છે. આ ઘટનાની જાણકારી સમગ્ર વિસ્તારમાં પવનની જેમ ફેલાઈ ગઈ. આ કુતુહલને જોવા માટે આજુબાજુના ગામના લોકો આવવા લાગ્યા. આ અંગે પોલીસે કહ્યું કે અમને આવી કોઈ માહિતી નથી.

READ ALSO

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!