ઉત્તર પ્રદેશમાં મોદી સરકારના 11 મંત્રીઓમાંથી 7 ઉપર હારનું જોખમ, અને બાકીના તો…

2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં બે વિરોધી પાર્ટીઓ સપા અને બસપાએ ભાજપાની વિરુદ્ધ ગઠબંધન કરી પોતાની આગામી રણનીતિ જાહેર કરી દીધી છે. બેન્ને રાજકીય પક્ષોએ સીટોના વિભાજન પણ જાહેર કરી દીધા છે. સમજાય તેવી વાત છે કે, રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ગઠબંધનને અવસરવાદી કહી વખોડી નાખ્યું છે.

રાજ્યની 80 લોકસભાની સીટોની લોકસભાની ચૂંટણીમાં આ ગઠબંધન ભાજપાના કદાવર નેતાને ચારો ખાને ચિત કરી દે તેવી શક્યતા છે. 2014ની લોકસભા ચૂંટણી જેવી જ રણનીતિ રહી તો મોદી સરકારના સાત મંત્રી લોકસભાની ચૂંટણીથી હાથ ધોવાનો વારો આવશે. આ વખતે પાછી 2014 જેવી મોદી લહેરનો અભાવ વર્તાય છે માટે હારની શક્યતા પ્રબળ બનતી જોવા મળે છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં કુલ 12 મંત્રી અને એક સ્વયં પ્રધાનમંત્રી યૂપીનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જ્યારે રાજ્યકક્ષાના નાણાપ્રધાન શિવ પ્રતાપ સુક્લ રાજ્યસભાના સદસ્ય છે. એટલે કે, કુલ મળીને મોદી સરકારમાં કુલ 11 મંત્રી યૂપીના છે. પ્રધાનમંત્રી, રાજનાથસિંહ મેનકા ગાંધી, સંતોષ ગંગવાર અને વીકે સિંહને બાદ કરતા 2019ની ચૂંટણીમાં બીજા બધા મંત્રીને હારનો સામનો કરવો પડે તેવું વાતાવરણ રચાયું છે. આ પરિસ્થિતિનું સૌથી મોટું કારણ સપા અને બસપાના મતદાતાઓની જૂથબંધી તેમજ સરકાર વિરોધી વલણ મુખ્ય જણાય છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter