GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

રાહુલ અને મોદીને નારાજ કરી શા માટે સપા-બસપાએ કર્યું ગઠબંધન, છે આ તેમને પણ ડર

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન ફાઈનલ થઈ ગયું છે. શનિવારે 12 વાગ્યે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી પ્રેસ કૉન્ફરન્સમાં તેનું ઔપચારિક એલાન કરી શકે છે. તેનો સ્પષ્ટ અર્થ છે કે બંને પાર્ટીઓમાં ગઠબંધન નક્કી છે. અને તેમાં કોંગ્રેસનો સમાવેશ નથી. 2019ની લોકસભા ચુંટણીમાં ઉત્તર પ્રદેશમાં હવે એક તરફ જ્યાં બીજેપી સરકાર હશે ત્યાં બીજી બાજૂ અખિલેશ યાદવ અને માયાવતીની જોડી હશે. ક્યારેક છત્રીસનો આંકડો રાખનારી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જૂનું ભૂલવા તૈયાર થઈ ગઈ છે. બંનેએ કોંગ્રેસને આ સફરમાં સાથીદારના લાયક ન સમજ્યા. કોંગ્રેસ સાથે પડદા પાછળથી રાજનૈતિક સાઠગાંઠ થઈ શકે છે. તેનો ચહેરો શું હશે તે જોવા જેવી વાત હશે. જણાવી દઈએ કે આ કારણોસર સપા-બસપાએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

 • 2017ની વિધાનસભા ચુંટણીમાં મળેલ સીટો
  ઉત્તર પ્રદેશમાં 2017માં થયેલ વિધાનસભા ચુંટણીમાં સપા અને બસપા બંનેને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચુંટણીમાં સપાને 47 સીટો જ્યારે બસપાને 19 સીટો સાથે જ સંતોષ કરવો પડ્યો હતો. બીજેપીને આ ચુંટણીમાં 312 સીટો મળી હતી. તેવામાં 2019માં મોદી વિરુદ્ધ ટકવા માટે બંને પાર્ટીઓને સાથે આવવું પડ્યું હતું.
 • 2014ના લોકસભા ચુંટણીમાં બીજેપી સામે હારી
  2014માં મોદી લહેરને કારણે બંને પાર્ટીઓની મોટી હાર થઈ હતી. 80 સીટો વાળા ઉત્તર પ્રદેશમાં બસપાને એક પણ સીટ મળી ન હતી, અને સપા તો માત્ર પોતાના કુનબા સુધી જ રહી હતી. 2014 પછી જે રીતે બંને પાર્ટીઓનો ગ્રાફ ડાઉન ગયો હતો. તે પછી બંનેને એક મોટા ટેકાની જરૂર હતી. તેવામાં બંને પાર્ટીઓ 26 વર્ષની દુશ્મની ભૂલીને સાથે આવી અને 2019માં મોદીનો સામનો કરવા માટે તૈયાર થઈ.
 • ઉપચુંટણીમાં બંને પક્ષોના સહકારની ફોર્મૂલા હિટ થઈ હતી
  ફૂલપુર અને ગોરખપુરની ઉપચુંટણીમાં બંનેના ગઠબંધનની ફોર્મૂલા હિટ થઈ હતી. બીજેપીની સૌથી સુરક્ષિત સીટ માનવામાં આવતા ગોરખપુરમાં બંને સાથે લડ્યા અને જીત હાંસલ કરી.

 1. કોંગ્રેસની કમજોર હાલત જોઈને છોડ્યો સાથ
  ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની હાલત સતત કમજોર થતી ગઈ. કોંગ્રેસને જ્યારે એકવાર ઊભા રહેવા માટે ટેકાની જરૂર હતી તેવામાં બંનેએ ગઠબંધનમાં તેમને જગ્યા આપી નહી. વિધાનસભા ચુંટણીમાં સપા કોંગ્રેસની સાથે મળીને લડી હતી અને આ ગઠબંધન ફ્લોપ સાબિત થયું હતું. આ ચુંટણીમાં સપા 47 અને કોંગ્રેસ 7 જ સીટ જીતવામાં સફળ રહી હતી.
 2. ગઠબંધન ન થયું તો બંનેનું ભવિષ્ય જોખમમાં
  જો સપા અને બસપાનું ગઠબંધન ન થયુ તો એકવાર ફરી લોકસભાની ચુંટણીમાં બીજેપીનો રસ્તો સરળ થઈ જશે. બીજેપીના જીતની સાથે જ બંને પક્ષોનું ભવિષ્ય જોખમ મુકાશે.
 3. લોકસભામાં સૌથી વધુ યૂપીની 80 સીટોનો સવાલ
  લોકસભામાં સૌથી વધારે સીટો યૂપીની છે. દરેક પક્ષ વધુમાં વધુ સીટ જીતવા માટે ત્યાં જ વધારે ધ્યાન આપે છે. દેશને સૌથી વધારે પ્રધાનમંત્રી પણ આ જ રાજ્યએ આપ્યા છે. 2014ની ચુંટણીમાં બીજેપીએ આ રાજ્યમાં ઐતિહાસિક પ્રદર્શન કરતા 71 સીટો પર જીત મેળવી હતી. સપા અને બસપાની અસર સૌથી વધુ આ જ રાજ્યમાં છે.
  ઘણાં દિવસોથી રાફેલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જે રીતે મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે અને તેમની લોકપ્રિયતામાં પહેલા કરતા વધારો થઈ રહ્યો છે, તેના કારણે કોંગ્રેસના વિશ્વાસમાં ક્યાંકને ક્યાંક ચોક્કસ વધારો થયો છે. કોંગ્રેસને આશા છે કે તેને કારણે યૂપીમાં આ વખતે સારો દેખાવો થશે. રાહુલ ગાંધી પોતે કહી ચુક્યા છે કે યૂપીમાં કોંગ્રેસ સારૂ પ્રદર્શન કરી શકે છે.
  કોંગ્રેસ ગઠબંધનથી દૂર જરૂર છે પરંતુ તેનાથી બીજેપીના માથાનો દુખાવો ઓછો નહી થાય. કોંગ્રેસ પાસે આજે પણ યૂપીમાં 6થી8 ટકા વોટ છે.

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!