GSTV
Home » News » એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

ઉત્તર પ્રદેશના હાપુરમાં રહેતા એક ઈસમના વીજળી બીલે મોટો ઝાટકો આપ્યો છે. હાપુરના ચમરીમાં રહેતા શમીમના ઘરનું લાઈટ બીલ બે-પાંચ હજાર કે, એક-બે લાખ નથી આવ્યુ. શમીમનું લાઈટ બીલ સાંભળીને કાનમાંથી પણ લોહી નીકળી જાય તેમ છે. શમીનના ઘરનું લાઈટ બીલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યુ છે.

આટલુ જ નહીં આ બીલની રકમની ભરવાઈ ન કરતા તેના ઘરનું વીજ કનેકશન પણ કાપી લેવામાં આવ્યુ. શમીમનો આરોપ છે કે, આ મામલે વીજ વિભાગને અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતુ નથી. શમીમ પોતાના ઘરમાં એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરે છે. તેમ છતા મસમોટુ બીલ આવ્યુ. ગરીબીમાં જીવતા શીમમ હવે વીજ વિભાગની ગંભીર બેદરકારીના કારણે હેરાન પરેશાન છે.

આ વિશે શમીમે જણાવ્યું હતું કે, મહિનાનું તેનું બિલ 700-800 રૂપિયા આવે છે પણ હવે ઈલેક્ટ્રીસીટી ડિપાર્ટમેન્ટની ભૂલના કારણે મારે સમગ્ર હાપુરનું બિલ ભરવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. તેણે લાઈટ અને પંખાનો ઉપયોગ કરવા સિવાય કહ્યું હતું કે, વિજળી વિભાગ અમને બિલ ભરવા માટે કહી રહ્યું છે પણ મારા જેવા ગરીબ માણસે આટલું બિલ કેમ ભરવું.

જો કે ઈલેક્ટ્રિસીટી ડિપાર્ટમેન્ટના એન્જીનિયરે અગાઉ પણ આવી ભૂલો થઈ છે કહી હાથ ઉંચા કરી લીધા હતા. જ્યાર મીડિયાએ તેમને આ વિશે સવાલ કર્યા ત્યારે તેમણે યોગ્ય જવાબ આપતા કહ્યું હતું કે, શમીમને આશ્વાસન આપ્યું છે કે અમે ફરી બિલની ચકાસણી કરીશું અને બાદમાં તેમને નવું બિલ પરત આપીશું.

READ ALSO

Related posts

ફાઈનલ : ચંદ્રયાન-3ની તારીખ આવી ગઈ સામે, ઓર્બિટર વિના મોકલશે ચંદ્રયાન પર

Mayur

રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ અવમાનના કેસ પર ભાજપના સાંસદે જે નિવેદન આપ્યું તે કોંગ્રેસને બિલ્કુલ નહીં ગમે

Mayur

કર્ણાટકના 17 બળવાખોર ધારાસભ્યો ચૂંટણી લડવાને લાયક, હવે ભાજપ ટિકિટ આપશે કે નહીં ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!