GSTV
Home » News » આજે પીએમ મોદી ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં કિસાન કલ્યાણ રેલી સંબોધિત કરશે

આજે પીએમ મોદી ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં કિસાન કલ્યાણ રેલી સંબોધિત કરશે

સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યા બાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં કિસાન કલ્યાણ રેલીને આજે સંબોધિત કરવાના છે. રેલીમાં નવ જિલ્લાના 1.25 લાખ ખેડૂતો એકઠા થવાનો દાવો ભાજપે કર્યો છે. રેલી માટે ભાજપે તમામ તૈયારીને પુર્ણ કરી છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપના ઉપાધ્યક્ષ પુરૂષોત્તમ ખંડેલવાલાએ જણાવ્યુ કે, રેલીને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત, બ્લોક સ્તરથી લઈને ભાજપના કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે, 2019ની લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી એક પછી એક ઉત્તર પ્રદેશમાં રેલીઓ કરી રહ્યા છે.

શાહજહાપુરમાં કિસાન રેલીને સંબોધ્યા બાદ પીએમ મોદી આગામી 29 જુલાઈના રોજ ફરીવાર લખનઉની મુલાકાતે આવશે. આ પહેલા પીએમ મોદીએ 14 અને 15 જુલાઈના રોજ વારાણસી, આજમગઢ અને મિર્જાપુરની મુલાકાત લીધી હતી. જ્યા તેમણે રેલી સંબોધી વિરોધીઓ પર કટાક્ષ પણ કર્યા હતા.

Related posts

સુપ્રીમના આદેશના ચાર વર્ષ બાદ અંતે રિઝર્વ બેંકે દેશના ટોપ 30 દેણદારોની યાદી કરી જાહેર, આ છે નામો

Mansi Patel

જમ્મૂ-કાશ્મીરમાં લગાવેલા પ્રતિબંધો ઉપર ઉઠી રહેલાં સવાલોનાં જવાબ સરકારે આપે : SC

Mansi Patel

શિવસેનાના ધારાસભ્યના બગડ્યા બોલ, “જે અમને ફોડવાના પ્રયાસો કરશે અમે તેમનું માથુ ફોડી નાખીશુ”

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!