GSTV

યુપીમાં પણ કોરોનાનો હાહાકાર : 8 મોટા શહેરોમાં લદાયો નાઇટ કરફ્યુ, CM યોગીએ આપ્યો કડકાઈનો આદેશ

UP-Night-Curfew

Last Updated on April 8, 2021 by Dhruv Brahmbhatt

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે એક બાદ એક રાજ્યો કોરોનાના કેસો વધતા નાઇટ કરફ્યુ લગાવી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના નોયડામાં નાઈટ કરફ્યુ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 17 એપ્રિલ સુધી રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ લાગુ રહેશે. શાળા-કોલેજ અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ બંધ રહેશે. મેડિકલ, પેરા મેડિકલ અને નર્સિંગ સાથે જોડાયેલ કોલેજ અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ ખુલ્લાં રહેશે. આ સાથે જ તમામ શાળા-કોલેજમાં અગાઉથી નિર્ધારિત પરિક્ષાઓ ટાળવામા નહીં આવે અને સમયસર યોજાશે, તેની માટે ઈ-પાસની પણ વ્યવસ્થા કરાશે. નાઈટ કરફ્યુ દરમિયાન જરૂરી સેવાઓ, મેડિકલ સેવાઓ સાથે સંકળાયેલ એક્ટિવિટીને છૂટ રહેશે. નાઈટ કરફ્યુમાં કેન્દ્ર-રાજ્ય સરકારના અદિકારી, ડૉક્ટરો સહિતના તમામ મેડિકલ સેવા સાથે જોડાયેલ સ્ટાફ, ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓ, રેલ્વે-બસ કે હવાઈ મુસાફરી કરનારા યાત્રીઓને છૂટ આપવામાં આવી છે.

night curfew

અત્રે મહત્વનું છે કે, કોરોનાના કેસ વધવાને કારણે ઉત્તર પ્રદેશના શહેરોમાં પણ નાઈટ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ગુરૂવારે બરેલી અને મેરઠમાં પણ નાઈટ કરફ્યુ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. યુપીના 8 મોટા શહેરોમાં નાઈટ કરફ્યુની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. બરેલી-મેરઠ અગાઉ લખનૌ, વારાણસી, કાનપુર, પ્રયાગરાજ, નોયડા અને ગાઝિયાબાદમાં નાઈટ કરફ્યુ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગીએ 100થી વધુ કેસ હોય તેવાં જીલ્લાઓમાં રાતે વધુ કડકાઈ દાખવવાનો આદેશ આપ્યો છે. બરેલીમાં શાળા-કોલેજ બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. મેરઠમાં 18 એપ્રિલ સુધી નાઈટ કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની ચિંતામાં વધારો

ઉલ્લેખનીય છે કે, આજે પણ કોરોનાના કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકની અંદર કોરોના વાયરસના નવા 59,907 કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં આવેલા સૌથી વધારે કેસ છે. તો કોરોનાના કારણે 24 કલાકની અંદર 322 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્ર બન્યું એપીસેન્ટર

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર શરુ થઇ ત્યારથી મહારાષ્ટ્ર એપીસેન્ટર બન્યું છે. છેલ્લા એક મહિના જેટલા સમયથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા રકેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. તો સાથે જ મૃત્યુઆંક પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથા નવા કેસોના સંખ્યા 50 હજાર પર પહોંચી છે. જેના કારણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની ચિંતામાં વધારો થયો છે.

corona

બીજી લહેરે ગત વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ મહામારીએ બીજી લહેરમાં ભારતમાં ગત વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દરરોજ 1 લાખથી વધારે કેસો આવી રહ્યાં છે. સાથે હજારો લોકોના મોત પણ થઈ રહ્યાં છે. ત્યારે આવા સમયે પોતાની જાતને કોરોનાથી બચાવવા માટેનો એક જ ઉપાય છે અને તે છે સાવધાની. આ ઉપરાંત જો આપને યોગ્ય સમયે લક્ષણોની જાણ થઈ જાય તો પણ આપ ઝડપી સારવાર લઈ શકો છો. મ્યૂટેશનના કારણે દર થોડા થોડા દિવસે કોરોના વાયરસ રૂપ બદલી રહ્યો છે, જેના કારણે તેના લક્ષણોમાં પણ ફેરફાર થતાં રહે છે.

કોરોના ઈંન્ફેક્શનના લક્ષણોમાં ફેરફાર

ડોક્ટર્સ પણ કોરોનાની બીજી લહેરમાં આવી રહેલા ફેરફારની પુષ્ટિ કરે છે. છેલ્લા થોડાક દિવસોમાં એવા કેટલાય કોરોના સંક્રમણના દર્દીઓની ખાતરી થઈ છે, જેમાં ન તો તાવ છે, ન તો શરદી-ખાંસી હતી. આ લોકોમાં શરીરમાં દુખાવો, માથાનો દુખાવો-પેટમાં દુખાવાની ફરિયાદ લઈને ડોક્ટર્સની પાસે પહોંચ્યા હતા. જ્યારે તેમનો આરટીપીસીઆર ટેસ્ટ થયો તો, જાણવા મળ્યુ કે, તેઓ કોરોનાથી સંક્રમિત છે.

કોરોના

પેટ દુખાવો, શરીરમાં દુખાવાના લક્ષણને ઈગ્નોર ન કરતા

ડોક્ટર્સની સલાહ મુજબ જોઈએ તો, ઉલ્ટી, શરીરમાં દુખાવાની ફરિયાદ લઈને લગભગ 40 ટકા લોકો એવા હતા, જેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મોટા ભાગના લોકો એ ભૂલ કરતા હતા કે, શરદી-ખાંસી, તાવ જ કોરોનાના લક્ષણ છે. એટલા માટે તેમને પેટ દુખાવો, માથાનો દુખાવાની સમસ્યા રહેતી હોય છે. તેઓ ડોક્ટર્સ પાસે જવાને બદલે ઘરે રહીને જ સારવાર લેતા રહ્યા હતા. પણ જ્યારે વધુ સમય થવા છતાં પણ કોઈ ફેર ન પડ્યો તો, કોરોનાએ તેમને વધારે નુકસાન પહોંચાડ્યું.

READ ALSO :

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!