GSTV

મોટા સમાચાર / મંત્રીના કાફલાની અડફેટે આવતા બેના મોત, ઘર્ષણ પછી ખેડૂતોએ વાહનોને આગ ચાંપી

Last Updated on October 3, 2021 by GSTV Web Desk

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના તિકુનિયા વિસ્તારમાં ભારે હંગામો થયો છે. અહીં એક કાર ચાલક પર ખેડૂતો પર વાહન ચલાવવાનો આરોપ લાગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં બે ખેડૂતોના મોત થયા છે, જ્યારે 8 ખેડૂતો ઇજાગ્રસ્ત થયા છે. આ ખેડૂતો મંત્રી વિરુદ્ધ વિરોધ કરવા જઇ રહ્યા હતા. અકસ્માત પછી હંગામો શરૂ થઈ ગયો. ઘટનાસ્થળે 3 વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના ગામની મુલાકાતને ધ્યાનમાં રાખીને ભાજપના નેતાના પુત્ર નાયબ પ્રધાનને રિસીવ કરવા જઇ રહ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ ભાજપ નેતાના પુત્ર આશીષ મિશ્રાનો વિરોધ કર્યો અને ત્યારે ઘર્ષણ થયું. વાહનના અડફેટે આવતા કેટલાક ખેડૂતો ઇજાગ્રસ્ત થયા, તે પછી નારાજ ખેડૂતોએ સાંસદના પુત્ર તથા એક અન્ય વાહનને આગ ચાપી દીધી હતી.

લખીમપુર ખીરીના તિકુનિયા ખાતે યોજાનારા કુસ્તી કાર્યક્રમમાં નાય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના આગમન પહેલા કૃષિ કાયદાના વિરોધમાં કાળા ઝંડા બતાવીને ખેડૂતો સાથે ઘર્ષણ થયું હતું. ભાજપના નેતાઓ સામે વાહન ચઢાવવાના આક્ષેપો થઈ રહ્યા છે. તિકુનિયા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનું પૈતૃક ગામ છે.

Read Also

Related posts

અતિ મહત્વનું: મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની કરી બદલી, અધિકારી આલમમાં મચ્યો ખળભળાટ

pratik shah

મોટી સફળતા/ ભારતમાં પશુઓ માટે કોરોનાની પહેલી વેક્સિન તૈયાર, જાણો ક્યારે માર્કેટમાં આવશે

Bansari

કોરોનાની સુનામી/ 14 જ દિવસમાં 1 લાખથી 3 લાખે પહોંચ્યા કેસ, ત્રીજી લહેર પર નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!