GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

આ લાકડાની ખુરશીને લકી માને છે ભાજપ, પીએમ મોદીની રેલી માટે સ્પેશ્યલ તૈયાર કરાઈ

pm modi

લોકસભા ચૂંટણી પહેલા દરેક રાજકિય પક્ષો ધર્મ-સંતો-મહંતો તેમજ અનેક પ્રકારની ધાર્મિક માન્યતા અને રિતી-રિવાજોની શરણ લે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની હિન્દુત્વ છબી ઉપસી આવી હતી. આ વખતે લોકસભા ચૂંટણી  વિશ્વની સૌથી મોટી પોલીટીકીલ ઇવેન્ટ બની રહેશે ત્યારે નસીબદાર ખુરશી દેશમાં ચર્ચાની એરણ પર છે.

વાત છે,દેશનાં સૌથી મોટા રાજ્ય અને દિલ્હીનો રસ્તો જે રાજ્યમાંથી પસાર થાય છે તેવા ઉત્તર પ્રદેશની. ઉત્તર પ્રદશનાં કાનપુર જિલ્લા ભાજપ કાર્યાલયમાં પાંચ વરસ કરતા વધારે સમયથી એક ખુરશી કાચનાં બોક્સમાં સચવાયેલી પડી છે. આ ખુરશીને “લકી ચેર” તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ખુરશી પર બેઠા છે, ત્યારે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપે શાનદાર જીત નોંધાવી છે. ખાસ કરીને ચૂંટણીનાં વાતાવરણમાં આ ખુરશીને ખાસ નસીબદાર માનવામાં આવે છે.

ભાજપ નેતાઓની માન્યતા છે કે,જ્યારે જ્યારે પીએમ મોદી આ ખુરશી પર બેઠા છે ત્યારે ત્યારે ભાજપે કાનપુર લોકસભા સીટ તેમજ આસપાસની તમામ સીટો જીતી છે. આ સાથે જ યુપી અને કેન્દ્રમાં પણ ભાજપને સારી એવી બેઠકો મળી છે.

આવતીકાલે 8 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાનપુરમાં રેલીને સંબોધન કરશે. આ રેલીમાં વડાપ્રધાન મોદી આ ખુરશી પર બેસે તે માટે આ ખુરશીને રંગ-રોગાન કરીને તૈયાર કરવામાં આવી રહિ છે. આ ખુરશી પર બેસીને પીએમ મોદીએ લોકસભા ચૂંટણી 2014નો પ્રચાર શરૂ કર્યો હતો.

પીએમ મોદી અને ભાજપ માટે ખુરશી ખાસ શા માટે?

ભાજપનું માનવું છે કે આ ખુરશી વડાપ્રધાન મોદી માટે નસીબદાર છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કાનપુરમાં વિજય શંખનાદ રેલીનો આરંભ કાનપુરથી કરાયો ત્યારે પીએમ મોદી આ ખુરશી પર બેઠા હતાં. ત્યારે યુપીમાં 80માંથી 71 સીટો પર ભાજપનો કેસરીયો લહેરાયો હતો. ત્યારબાદ યુપી વિધાનસભા ચૂંટણીમાં 19 ડિસેમ્બરે રેલી દરમિયાન ફરી એક વખત પીએમ મોદી આ ખુરશી પર બેઠા હતાં. જો કે તે પછી યુપીમાં ભાજપે સત્તા હાંસલ કરી હતી.

કાચની પેટીમાં ખુરશી

ભાજપ નેતાઓ એ આ ખુરશીને કાચની પેટીમાં પેક કરીને સાચવી રાખી છે. ભાજપનાં કાનપુર જિલ્લા પ્રમુખ સુરેન્દ્ર મૌથાનીએ જણાંવ્યું કે, પ્રધાનમંત્રી કાનપુરમાં લોકસભા ચૂંટણી રેલી સંબોધવા આવી રહ્યા છે. પીએમ મોદી માટે ફરી આ ખુરશી પર રંગ-રોગાન કરીને ચમકાવવામાં આવી રહિ છે. આ ત્રીજી વખત થશે. જ્યારે પીએમ મોદી 2013થી ભાજપ કાર્યાલયમાં રાખેલી ખુરશીનો ઉપયોગ કરશે. અમે ભાગ્યશાળી આ ખુરશી પર ફરી બેસવા માટે પીએમ મોદીને આગ્રહ કરશું.

READ ALSO

Related posts

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ: પાયલટની ઘરવાપસી છતાં કોંગ્રેસ હાઇકમાન્ડની દરિયાદિલીથી ડઝનબંધ ધારાસભ્યો નારાજ

pratik shah

BIG NEWS: કર્ણાટકાના ચિત્રદુર્ગમાં હાઈવે પર દોડતી બસમાં લાગી ભીષણ આગ, 5 જીવતા ભૂંજાયા અને 27 ગંભીર રૂપે ઘાયલ

pratik shah

સુશાંતસિંહ આપઘાત કેસ: મીતૂ સિંહની EDએ સતત નવ કલાક સુધી કરી સખ્ત પૂછપરછ, ચોંકાવનારા ખુલાસા આવ્યા સામે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!