GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

સુપ્રીમ કોર્ટના આદેશના અમલીકરણ માટે ભૂતપૂર્વ પ્રધાનોને સરકારી બંગલા ખાલી કરવાની નોટિસ જાહેર

ઉત્તર પ્રદેશના રાજ્ય સંપત્તિ વિભાગે સુપ્રીમ કોર્ટના આદેશોના અમલીકરણ માટે ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોને નોટિસ જાહેર કરીને પંદર દિવસની અંદર સરકારી બંગલા ખાલી કરવાની નોટિસ જાહેર કરી છે.

યુપી રાજ્ય સંપત્તિ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ વાતચીત દરમિયાન જણાવ્યું છે કે આના સંદર્ભે નોટિસ જારી કરવામાં આવી છે. શુક્રવારે યુપીના તમામ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોને નોટિસ પહોંચી જશે. લખનૌ ખાતેના વીવીઆઈપી ઝોનમાં હાલ યુપીના છ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો નારાયણ દત્ત તિવારી, મુલાયમસિંહ યાદવ, કલ્યાણ સિંહ, માયાવતી, રાજનાથ સિંહ અને અખિલેશ યાદવ પાસે સરકારી બંગલા છે.

મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે મે માસના પ્રારંભમાં જ કહ્યુ હતુ કે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો સરકારી બંગલામાં રહી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે જો કોઈ મુખ્યપ્રધાનનો કાર્યકાળ સમાપ્ત થાય છે. તો તે આમ આદમીની જેમ જ છે.

અદાલતે લોકપ્રહરી નામની એનજીઓ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન આ ચુકાદો ફરમાવ્યો હતો. અરજીમાં યુપીના પ્રધાનોના વેતન-ભથ્થા અને અન્ય જોગવાઈના કાયદા 1981માં અખિલેશ યાદવની સરકાર દ્વારા કરવામાં આવેલા સંશોધનોને પડકારવામાં આવ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પાંચ કાળીદાસ માર્ગ ખાતેના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોને સરકારી બંગલા ખાલી કરવાના નિર્દેશ બાદ ઉભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે ગયા હતા.

સરકારી અધિકારીઓ યોગી આદિત્યનાથ સાથેની મુલાયમસિંહ યાદવની મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત ગણાવી રહ્યા છે. જો કે મુલાયમસિંહના નિકટવર્તી વર્તુળનું માનવું છે કે પોતાના બંગલા સાથે જોડાયેલા મુદ્દા પર તેમણે યોગી સાથે વાતચીત કરી છે.

Related posts

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ: આજે ધારાસભ્યદળની બેઠક, સચિન પાયલટને પણ આમંત્રણ

Bansari

રાજસ્થાન વિવાદનો આજે જ અંત ઈચ્છે છે કોંગ્રેસ હાઈ કમાન્ડ, CM બનવાના આગ્રહ પર સચિન પાયલોટ મક્કમ

pratik shah

GTUએ ઓનલાઈન – ઓફલાઈન પરિક્ષાની જાહેર કરી તારીખો, 16મીથી વિદ્યાર્થીઓ કરી શકશે વિકલ્પની પસંદગી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!