GSTV
Gujarat Government Advertisement

ઉત્તર પ્રદેશમાં મધ્યાહ્ન ભોજનમાં બાળકોને રોટલી અને મીઠું અપાતા હોબાળો

Last Updated on August 24, 2019 by Mayur

ઉત્તર પ્રદેશની સરકારે મધ્યાન ભોજન યોજનામાં સરકારી શાળામાં બાળકોને રોટીની સાથે નમક આપતા રાજ્યમાં હોબાળો મચી ગય હતો. એક શિક્ષિકા બાળકોને રોટી આપે છે તો બીજી તેમને નમક આપતી વિડીયોમાં દેખાય છે. વિરોધ પક્ષે આ મુદ્દે સરકારના ઘેરી હતી . પ્રદેશમાં જમાલપુર બ્લોકની સિયુર શાળામાં આ ઘટના બની હતી.

ગુરૂવારે આ વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. કોંગ્રેસના નેતા પ્રિંયકા ગાંધી વાડરાએ આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરી હતી. આ ઘટનાને વખોડવા પાત્ર ગણાવી કહ્યું હતું કે જે સુવિધાઓ પુરી પડાય છે તે અત્યંત નિમ્ન કક્ષાની હતી. પ્રાથમિક શિક્ષા અભિયાનના અધિકારી પ્રવીણ કુમાર ત્રિવેદીએ  આજે કહ્યું હતું કે ‘અમે જમાલપુરના  બ્લોક શિક્ષા અભિયાનના અધિકારી પાસેથી અહેવાલ મંગાવ્યો હતો. પ્રાથમિક તબક્કે બે શિક્ષકોને અમે સસ્પેન્ડ કર્યા હતા’.

તિવારીએ કહ્યું હતું કે નક્કી કરેલા મેનું મુજબ જ મધ્યાન ભોજન પુરૂં પાડવાની સુચના અપાઇ હતી. અમે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે ત્યાંના વરિષ્ઠ અધિકારીઓને આ અંગેની જાણ કરાઇ હતી કે કેમ?સસ્પેન્ડ કરાયેલા શિક્ષકોમાં મુરારી અને અરવિંદ ત્રિપાઠીનો સમાવેશ થતો હતો, એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે કદાચ સ્થાનિક હરિફાઇના કારણે આ ઘટના બની હશે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ ટ્વિટર પર આ વિડીયો ટેગ કર્યો હતો જેમાં બાળકો નમક અને રોટી ખાતા જોવા મળ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એન્ટી વાયરસ સોફ્ટવેરના સર્જકે સ્પેનની જેલમાં આપઘાત કર્યો, મેકાફી ટેક્સ ચોરીના આરોપમાં અમેરિકાથી ફરાર હતો

Damini Patel

ગુજરાત સરકારની મોટી જાહેરાત: 18 શહેર કર્યા કર્ફ્યુમુક્ત, ધાર્મિક પ્રસંગમાં 200 અને લગ્નમાં 100 જણાંની આપી છૂટ

Pravin Makwana

અમેરિકાએ ફરીથી એચ-૧બી વિઝા અરજી રજૂ કરવા મંજૂરી આપી, વ્યાવસાયિકોની અછત પૂરી કરવા નિર્ણય લેવાયો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!