GSTV
Home » News » દિલ્હી આવેલા ખેડૂતોએ સમેટયું આંદોલન, સરકારને ઝૂકવું પડ્યું ખેડૂતો સામે

દિલ્હી આવેલા ખેડૂતોએ સમેટયું આંદોલન, સરકારને ઝૂકવું પડ્યું ખેડૂતો સામે

કેન્દ્ર સરકારે ખેડૂતોની 15 માંથી 5 જેટલી માગનો સ્વિકાર કરતા ખેડૂતોએ આંદોલનને સમેટી લીધુ છે. ખેડૂતોએ વીજળી, શેરડીના પાકની યોગ્ય કિંમત અને પાક વીમા સહિતની માગ સાથે ઉત્તર પ્રદેશના સહારનપુરથી દિલ્હી સુધી પદયાત્રાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ખેડૂતો આજે દિલ્હી પહોંચવાના હતા. જો કે ખેડૂત યુનિયનના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકારે બેઠક કર્યા બાદ આ આંદોલનને સમેટી લેવામાં આવ્યું.

ખેડૂતોની યાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી. પોલીસે ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખી દિલ્હીની બોર્ડરને સીલ કરી હતી. ભારતીય ખેડૂત સંગઠનના આરોપ છે કે, ખેડૂતોની સ્થિતિ દયનીય અને આર્થિક સંકટથી ઘેરાયેલા છે. જેની સામે સરકાર હાથ પર હાથ રાખીને બેઠી છે. જો કે સરકારે ખેડૂતોના 11 સદસ્યોના પ્રતિનિધિ મંડળે કૃષિ ભવનમાં જઈને અધિકારીઓ સાથે મુલાકાત કરી પોતાની વાતો રાખી ત્યાર બાદ ખેડુતોએ પોતાનું આંદોલન ખતમ કરવાનું એલાન કર્યું.

ખેડૂત સંગઠનોની મુખ્ય માગ

  • ભારતના તમામ ખેડુતોનાં દેવાં સંપૂર્ણ માફ કરવા જોઈએ
  • ખેડુતોને સિંચાઈ માટે મફત વીજળી મળે.
  • ખેડુતો અને મજૂરો માટે મફત શિક્ષણ અને આરોગ્ય.
  • ખેડૂત અને મજૂરને 60 વર્ષની વય પછી મહિનામાં 5,000 રૂપિયા મહિને પેન્શન મળે.
  • ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં પાકની કિંમતો નક્કી કરવામાં આવે.
  • ખેડુત ખેતી કરતા આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેમને શહીદનો દરજ્જો આપવામાં આવે.
  • ખેડૂત તેમજ પરિવારને અકસ્માત વીમા યોજનાનો લાભ મળવો જોઈએ.
  • પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હાઇકોર્ટ અને એઈમ્સની સ્થાપના કરવી જોઈએ.
  • ગોવંશ ગોપાલકને દરરોજ 300 રૂપિયા મળે.
  • ખેડુતોને શેરડીના ભાવની ચુકવણી ટૂંક સમયમાં વ્યાજ સાથે થવી જોઈએ.
  • બધી દૂષિત નદીઓને પ્રદૂષણ મુક્ત બનાવવામાં આવે.
  • ભારતમાં સ્વામિનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવામાં આવે.

READ ALSO

Related posts

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur

આ દિવાળીમાં ફટાકડાઓનું થઈ જશે સૂરસૂરિયું, હવામાન વિભાગે ગુજરાતમાં દિવાળીના દિવસે જ વરસાદની આગાહી કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!