ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ હારશે? આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિ આતુરતાથી જાણવા માંગે છે. તેનો સચોટ જવાબ 10 માર્ચે મતગણતરીનાં દિવસે મળી જશે. હાલના એક સર્વેમાં ભાજપની જીતની આગાહી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સર્વેની સેમ્પલ સાઈઝ ઘણી મોટી છે. સર્વેમાં 11 લાખ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે.

યૂપીમાં કોને કેટલી સીટ મળી શકે છે?
ઓપિનિયન પોલ મુજબ યુપીમાં ભાજપ ફરી એકવાર સરકાર બનાવી શકે છે. યુપી વિધાનસભા 2022માં ભાજપને 245-267 બેઠકો મળી શકે છે. 2017માં ભાજપને 312 બેઠકો મળી હતી. સપાને આ વખતે 125-148 સીટો મળી શકે છે, જ્યારે 2017માં પાર્ટી 47 સીટો પર આવી ગઈ હતી. કોંગ્રેસને 3-7 બેઠકો મળી શકે છે. BSP 5-9 સીટો જીતી શકે છે, અન્ય 2-6 સીટો જીતી શકે છે.
કોને કેટલા વોટ શેર
ભાજપને આ વખતે 41 ટકા વોટ મળી શકે છે, જે 2017ની સરખામણીમાં 1 ટકા વધુ છે. બીજી તરફ, સપાને 34 ટકા વોટ શેર મળી શકે છે, જે ગત ચૂંટણી કરતાં 12 ટકા વધુ છે. કોંગ્રેસને 2017ની જેમ 6 ટકા વોટ મળી શકે છે, બસપા 22 ટકાને બદલે માત્ર 10 ટકા વોટ લેતી જણાય છે. અન્યને ખાતામાં 9 ટકા વોટ આવી શકે છે.
મુખ્યમંત્રી પદના મોટા દાવેદાર
પોલ મુજબ 47 ટકા લોકો યોગીને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. અખિલેશ યાદવ બીજા સ્થાને છે, 35 ટકા લોકોએ તેમના પર પસંદગી ઉતારી છે. માત્ર 9 ટકા લોકો ઈચ્છે છે કે માયાવતી આ વખતે મુખ્યમંત્રી બને. પ્રિયંકા ગાંધી વાડ્રા 5% લોકોની પ્રથમ પસંદગી છે. 4% ઇચ્છે છે કે અન્ય નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે.

સૌથી મોટો મુદ્દો
ઓપિનિયન પોલ મુજબ 73 ટકા લોકોએ જણાવ્યું કે બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે અને 65 ટકા લોકોએ મોંઘવારી સૌથી મહત્વનો મુદ્દો ગણાવ્યો છે. 54 ટકા લોકોએ વિકાસ અને 39 ટકા લોકોએ રખડતા પ્રાણીઓની સમસ્યાને સૌથી મોટી ગણાવી હતી. 23 ટકા લોકોએ વીજળીના ભાવના મુદ્દાને મોટો ગણાવ્યો છે. 11 ટકા લોકોએ હેલ્થકેરને મોટી સમસ્યા ગણાવી હતી.
પશ્ચિમ યુપીમાં સપાને ફાયદો
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ યુપીની 73 સીટો પર ભાજપને 36 ટકા વોટ મળી શકે છે, જે ગત ચૂંટણી કરતા લગભગ 5 ટકા ઓછા છે. સપાને લગભગ 37 ટકા વોટ મળવાની ધારણા છે, જ્યારે છેલ્લી વખતે પાર્ટીને પ્રદેશમાં 22 ટકા વોટ મળ્યા હતા. બસપાનો વોટ શેર 21 થી ઘટીને 14 ટકા થઈ શકે છે. કોંગ્રેસને 6 ટકા અને અન્યને 7 ટકા વોટ મળવાનું અનુમાન છે. ઓપિનિયન પોલ મુજબ પશ્ચિમ યુપીમાં ભાજપને 33-37 અને સપાને 33-37 બેઠકો મળી શકે છે. જોકે બસપાને 2-4 બેઠકો મળી શકે છે તો કોંગ્રેસનું ખાતું ખૂલતું દેખાતું નથી.
મધ્ય ઉત્તર પ્રદેશનું શું છે મૂડ?
સર્વેના પરિણામો મુજબ ભાજપને 45 ટકા વોટ મળી શકે છે. સપાને 23 ટકા વોટ મળવાની સંભાવના છે. બસપાને 08 અને કોંગ્રેસને 06 ટકા વોટ મળવાનું અનુમાન છે. અન્યને 9 ટકા વોટ મળી શકે છે. ભાજપને 47-49 બેઠકો મળી શકે છે. સપાને 16થી 20 બેઠકો મળવાની શક્યતા છે. કોંગ્રેસને 1-2 બેઠકો મળતી જણાય તો બસપા ખાલી હાથ રહી શકે છે.
રૂહેલખંડમાં બીજેપી મજબૂત
સર્વેના આંકડા દર્શાવે છે કે રોહિલખંડમાં ભાજપને 19-21 બેઠકો મળી શકે છે. સપાને 3-7 બેઠકો મળે તો કોંગ્રેસ, BSPને ખાલી હાથ રહેવું પડી શકે છે. ભાજપને અહીં 51 ટકા વોટ મળી શકે છે. સપાને 36 ટકા વોટ મળી શકે છે. કોંગ્રેસને 4 અને બસપાને 7 ટકા વોટ મળી શકે છે. 2% મત અન્યના ખાતામાં જઈ શકે છે.
અવધની શું છે સ્થિતિ?
ઓપિનિયન પોલ મુજબ અવધમાં ભાજપને 43 ટકા વોટ મળવાની સંભાવના છે, જ્યારે સપાને 32 ટકા વોટ મળવાની સંભાવના છે. બસપાને 8 ટકા વોટ મળવાની ધારણા છે. કોંગ્રેસને 8 ટકા અને અન્યને 9 ટકા મત મળવાનું અનુમાન છે. સીટોની વાત કરીએ તો અહીં ભાજપને 76-82 સીટો મળી શકે છે, જ્યારે સપાને 34-38 સીટો મળી શકે છે. બસપાને ખાલી હાથ રહેવું પડી શકે છે, તો કોંગ્રેસ 1-3 બેઠકો મળી શકે છે. 1-3 સીટો અન્યના ખાતામાં જઈ શકે છે.

બુંદેલખંડમાં ભાજપનો પરચમ
જો સર્વેનું માનીએ તો બુંદલેખંડમાં ભાજપનો વોટ શેર વધી શકે છે. આ વખતે અહીં ભાજપને 59 ટકા વોટ મળી શકે છે. સપાને 21 ટકા, કોંગ્રેસને 5 અને બસપાને 10 ટકા વોટ મળવાની સંભાવના છે. અન્યના ખાતામાં 5 ટકા વોટ હોઈ શકે છે. સીટોની વાત કરીએ તો અહીં ભાજપને તમામ 17-19 સીટો મળી શકે છે, તો સપાને 0-1 સીટ મળી શકે છે. બાકીના બધાએ ખાલી હાથ રહેવું પડશે.
પૂર્વાંલયનું શું છે મૂડ
ઓપિનિયન પોલ મુજબ આ વખતે પૂર્વાંચલમાં ભાજપને થોડું નુકસાન થઈ શકે છે અને સપાને ફાયદો થઈ શકે છે. ભાજપને અહીં 53-19 સીટો મળી શકે છે, જ્યારે ગત વખતે ભગવા પાર્ટીને 69 બેઠકો મળી હતી. સપાને 39-45, કોંગ્રેસને 1-2 અને બસપાને 2-5 બેઠકો મળી શકે છે. અન્યના ખાતામાં 1-3 બેઠકો જઈ શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં