યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના પોલીસ વડા મુકુલ ગોયલને હટાવ્યા પછી હવે કોણ નવા પોલીસ વડા બનશે તેની અટકળો વચ્ચે આ મુદ્દે પણ અમિત શાહ અને યોગી વચ્ચે સંઘર્ષનાં એંધાણ છે. યોગી ૧૯૮૮ની બેચના આઈપીએસ અધિકારી ડો. દેવેન્દ્રસિંહ ચૌહાણને નવા પોલીસ વડા બનાવવા માગે છે.

૧૯૮૭ની બેચના આઈપીએસ અધિકારી મુકુલ ગોયલને તાત્કાલિક અસરથી કાર્યભાર છોડવાનું કહેવાયું પછી ડો. ચૌહાણને જ પોલીસ વડા તરીકેની જવાબદારી સોંપાઈ છે. ડો. ચૌહાણ હાલમાં ઈંટેલિજન્સ વિભાગમા ડીજી છે. યોગી તેમને જ કાયમી પોલીસ વડા બનાવવા માગે છે પણ શાહ આડા ફાટયા હોવાનું કહેવાય છે કેમ કે ડો. ચૌહાણ સીનિયોરિટીમાં બહુ પાછળ છે.

ડો. ચૌહાણ ૧૯૮૮ની બેચના અધિકારી છે જ્યારે રાજકુમાર વિશ્વકર્મા, આર.પી. સિંહ, ગોપાલ લાલ મીણા અને આનંદ કુમાર ૧૯૮૭ની બેચના અધિકારી છે. શાહે આ મુદ્દો ઉઠાવ્યો હોવાનું કહેવાય છે પણ યોગી પણ પોતાની વાત પર મક્કમ છે. નિયમ પ્રમાણે, યોગી ૧૯૮૭ અને ૧૯૮૮ની બેચના અધિકારીઓની ભલામણ કરી શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો
- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ
- Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ