ઉત્તરપ્રદેશમાં કોરોના દર્દીઓને હોમ આઈસોલેશનને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિશા-નિર્દેશ જાહેર કરી છે. રાજ્ય
સરકાર નિર્ધારિત પ્રોટોકોલની શરતો સાથે કોરોના દર્દીઓને હોમ આઈસોલેશની મંજુરી આપશે કારણ કે મોટી સંખ્યામાં કોરોનાના લક્ષણ નહી ધરાવતા સંક્રમિત લોકો બિમારી છુપાવી રહ્યાં છે જેનાથી સંક્રમણ વધી રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશ પ્રમાણે દર્દી અને તેના પરિવારને હોમ આઈસોલેશનના પ્રોટોકોલનું પાલન કરવું અનિવાર્ય હશે. રાજ્ય સરકાર પાસે કોરોના હોસ્પિટલમાં પુરતી સંખ્યામાં કોવિડ બેડ છે. કોરોનાના બચાવ માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવશે.
યોગી સરકારનો આદેશ
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, સારી ઈમ્યૂનિટિ કોવિડ-19થી બચવા જરૂરી છે. કોરોનાથી થતાં મોતના દરને નીચા સ્તરે લઈ જવા માટે સ્વાસ્થ્ય વિભાગ અને ચિકિત્સા શિક્ષા વિભાગ અસરકારક કામગીરી કરે. સંક્રમણને નિયંત્રીત કરવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે.
તબીબોની વિશેષ ટીમ મોકલી
આ સાથે જ મુખ્યમંત્રીએ જનપલ લખનૌ, કાનપુર નગર, બસ્તી, પ્રયાગરાજ, બરેલી, ગોરખપુર, બલિયા, ઝાંસી, મુરાદાબાદ અને વારાણસીમાં તબીબોની વિશેષ ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થ્ય વ્યવસ્થાને સારી કરવાના સંબંધમાં જનપદ સ્તર પર આઈએમએ અને નર્સિંગ એસોશિએશનના પદાધિકારીઓ સાથે બેઠક થશે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો