GSTV

અંધશ્રદ્ધા: યુપીના આ ગામમાં બન્યુ ‘કોરોના માતા’નું મંદિર, લોકો કરે છે વિધિવત પૂજા

Last Updated on June 12, 2021 by Pritesh Mehta

કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં કેસ અને મૃત્યુઆંકમાં ઘણો વધારો થયો હતો. દેશમાં ઠેર-ઠેર કોરોના મહામારીના પ્રકોપ ઘટાડવા માટે પૂજા વિધિ કરવામા આવી હતી. આ દરમિયાન યુપીના પ્રતાપગઢના એક ગામમાં તો ગામવાસીઓએ કોરોનાનું જ મંદિર બનાવી પૂજા વિધિ શરૂ કરી દીધી છે.

અહીં ગામવાસીઓએ ‘કોરોના માતા’નું મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં લખ્યું છે કે,‘માસ્ક પહેરો, હાથ ધુઓ અને દૂરથી જ દર્શન કરો…’ ગામવાસીઓના મતે ‘કોરોના માતા’ના મંદિરે પૂજા કરવાને કારણે તેઓ આ મહામારીથી બચી જશે. નવાઈની વાત તો એ છે કે, માત્ર ગામવાસીઓ જ નહિં પરંતુ આસપાસના ગામ સહિત દૂરના વિસ્તારમાંથી પણ લોકો કોરોના માતાના મંદિરે દર્શન માટે આવી રહ્યાં છે.

પૂજા

ગામમાં 3 લોકોના કોરોનાથી મોત થયા બાદ ઘણા લોકો સંક્રમિત પણ થયા હતા, જેને કારણે ભયભીત ગામવાસીઓએ દવાની સાથે આસ્થાને સહારે કોરોનાને હરાવવાનો નિર્ણય લીધો છે. જોકે આ મામલે તંત્ર કે પોલીસ દ્વારા હજુ કોઈ પગલા લેવાયા નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ખેડૂત આંદોલનમાં હવે મહિલાઓ પણ જોડાઈ, 200 મહિલા ખેડૂતોએ જંતર-મંતર પર કિસાન સંસદનું આયોજન કર્યું

pratik shah

BIG BREAKING/ આસામ-મિઝોરમ સરહદ પર હિંસા: આસામ પોલીસના 6 જવાનના મોત, બંને રાજ્યોના સીએમ પણ બગડ્યા

Zainul Ansari

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!