GSTV
Home » News » UP કોંગ્રેસમાં અજબ-ગજબ સંગઠન, ધરખમ ફેરફારનાં મૂડ સાથે પ્રિયંકા ગાંધીએ ઘડ્યો પ્લાન

UP કોંગ્રેસમાં અજબ-ગજબ સંગઠન, ધરખમ ફેરફારનાં મૂડ સાથે પ્રિયંકા ગાંધીએ ઘડ્યો પ્લાન

Priyanka Gandhi Amethi

લોકસભા ચૂંટણીમાં દેશનાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને મળેલા કારમા પરાજય પછી ફરીથી પાર્ટીને બેઠી કરવા માટે કોંગ્રેસનાં મહાસચિવ અને પૂર્વીય યુપીનાં પ્રભારી પ્રિયંકા ગાંધી સક્રિય થયા છે. તે માટે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સંગઠનમાં મોટો બદલાવ કરતા પહેલા પ્રિયંકા ગાંધીનાં ત્રણેય સચિવો તમામ જીલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે. તેમજ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા પરામર્શ કરશે. ત્યારપ છી પ્રિયંકા ગાંધી સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરીને જમીન સાથે જોડાયેલા એટલે કે જનાધાર ધરાવતા નેતાઓને સંગઠનમાં શામેલ કરશે.

priyanka gandhi exit poll

અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રિયંકાં ગાંધી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થયા પછી ન માત્ર પદાધિકારીઓ અને નેતાઓથી નારાજ છે, પરંતુ તેમનાં દ્વારા ગત પાંચ વર્ષમાં સંગઠનમાં કરેલા કામોનું પણ અવલોકન કરી રહી છે. પ્રિયંકા ગાંધી હાલમાં તો સતત બેઠક કરીને લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હારનાં કારણો સાથે 2022માં આવનારી યુપી વિધાનસભા ચૂંટણીમાં મજબૂત પાર્ટી સંગઠન બનાવવા માટે કાર્યરત છે.

દબંગ નેતાઓ ચલાવે છે મનમાની

પૂર્વાંચલમાં નેતાઓ સાથે પ્રિયંકાં ગાંધી બેઠક કરી રહ્યા હતાં. આ દરમિયાન વારાણસી મંડલનાં એક કાર્યકરે જણાંવ્યું કે અમારા જિલ્લામાં જિલ્લા પ્રમુખ મોટા કોંગ્રેસી નેતાનાં ડ્રાઇવર છે. ત્યાર પછી ફૈઝાબાદ જિલ્લામાં પાર્ટીનાં એક મોટા નેતાએ પોતાની શાળાનાં જ એક શિક્ષકને જિલ્લા અધ્યક્ષ બનાવ્યા છે. એટલે પાર્ટીમાં દબંગ નેતાઓ સ્થાનિક લેવલ પર પોતાનાં મળતિયાઓને ગોઠવીને એક પ્રકારે પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે.

પાર્ટી સંગઠનમાં ફેરફાર પાછળનો હેતૂ?

પ્રિયંકાં ગાધીને આ તમામ માહિતી કાર્યકરો દ્વારા મળી રહિ છે. ત્યાર પછી તેમણે સંગઠનમાં આમૂલ પરિવર્તન આણવા માટે કમર કસી લીધી છે. ત્યારપછી સંકેતો મળી રહ્યા છે કે, પાર્ટીમાં નીચેથી ઉપર સુધી ધરખમ ફેરફાર થશે. સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે પ્રિયંકાં ગાંધીએ બેઠકમાં જણાંવ્યું કે, પ્રિયંકા ગાંધી પાર્ટીમાં માત્ર પરિવર્તન નથી ઇચ્છતી, પરંતુ તેણી ઇચ્છે છે કે પાર્ટીમાં બદલાવ જમીન સ્તરે થાય અને જેનાં કારણે પાર્ટીને મજબૂતી મળે તેમજ પાર્ટીનાં સંગઠનમાં નવા દોરીસંચાર થાય.

3 લોકોને સોંપાઇ જવાબદારી

આ કામ માટે પ્રિયંકા ગાંધીએ તેમનાંથી જોડાયેલા બાજીરાવ ખાડે, ઝુબૈર ખાન અને સચિન નાયકને નવી જવાબદારી સોંપી છે. આ ત્રણેય સચિવોને પોત-પોતાનાં વિસ્તારનો પ્રવાસ કરીને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માટે ઇમાનદારી સાથે સારૂ કામ કરવાવાળા નેતાઓનાં નામ આપવા માટે પણ જણાંવ્યું છે. આ સિવાય જમીની સ્તર સાથે જોડાયેલા મોટા નેતાઓનાં નામ પણ શહેર-જીલ્લા પ્રમુખપદ માટે આ લોકો જ સૂચન કરશે.

READ ALSO

Related posts

મોદી સરકાર આ તારીખે જાહેર કરી શકે છે સામાન્ય બજેટ, ઇન્કમટેક્સમાં થશે મોટી જાહેરાત

pratik shah

આ ગામના લગભગ દરેક ઘરમાં છે કેન્સરનો દર્દી, આ રીતે એક પછી એક બન્યાં આ ગંભીર બીમારીનો ભોગ

Bansari

સૌથી મોટા સમાચાર : ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર સમાપ્ત, વિશ્વભરમાં મંદીનો માહોલ ઝડપથી બદલાશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!