GSTV

SC અને STને પગભર કરવા માટે આ રાજ્ય સરકાર લાવશે Exclusive Policy, ઘણી પાર્ટીઓનું રાજકારણ ડૂબી જશે

ઉત્તર પ્રદેશમાં દલિત સમાજના લોકોને ધંધો કરવા માટે ઇકો સપોર્ટ સિસ્ટમનો વિકાસ કરવા નીતિ લાવવામાં આવશે. નીતિના માળખા માટે દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ડિકી) ના અધ્યક્ષ પદ હેઠળ માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગોની ત્રણ સભ્યોની સંયુક્ત સમિતિની રચના કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં દેશમાં અનુસૂચિત જાતિના લોકોની વસ્તી સૌથી વધુ છે. જમીન ફાળવણી, માર્જીન મની સબસિડી, વ્યાજ સબસિડી, મૂડી રોકાણોની સબસિડી, સાહસ મૂડી ભંડોળ, એસસી- એસટી ઉદ્યોગ સાહસિકોને સીધું ભંડોળ, વ્યવસાય સુવિધા કેન્દ્ર, સરકારી ખરીદીમાં અનામત વગેરે અંગે કમિટી કામ કરશે.

ડો.બી.આર. આંબેડકર સ્વાવલંબન’ નામની નીતિનો મુસદ્દો રજૂ કરતી વખતે સસ્તા દરે જમીન અપાશે, અનુસૂચિત જાતિ અને જાતિના ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરવા સરળ લોન સુવિધા અને વિશેષ સહાયની વિનંતી કરી હતી. ઉદ્યોગ સાહસિકો માટે કલ્યાણકારી યોજનાઓ અસરકારક બનાવવાની જરૂર છે. તેમણે જમીન ફાળવણી માટે લેવામાં આવતી નોંધણી ફીના 90 ટકા, સ્ટેમ્પ ડ્યુટીમાં 100 ટકા મુક્તિ, લોન વ્યાજની છૂટ, એમએસએમઇ એકમો માટે 35 ટકા અને મહિલા ઉદ્યમીઓ માટે 45 ટકા લોનની યોજનાની દરખાસ્ત રજૂ કરી હતી.

Related posts

હૈદરાબાદને ભાગ્યનગર બનાવવા માટે હું સ્વંય ભગવાન શ્રીરામની ધરતી પરથી અહીં આવ્યો છું !

Pravin Makwana

કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને થયો કોરોના, ફેફસામાં ઈન્ફેક્શન વધતા ICUમાં કર્યા ભરતી

Pravin Makwana

લોકડાઉનમાં ઘરજમાઈ તરીકે રહેતા સાળી સાથે થયો પ્રેમસંબંધ, સમય મળતાં ભગાડી ગયો પણ પકડાઈ જતાં થયું કંઈક આવું….

Karan
Do NOT follow this link or you will be banned from the site!