GSTV

બુલંદશહર હત્યા કાંડ, શહીદના પરિવારજનોએ યુપીના મુખ્યપ્રધાન સાથે કરી મુલાકાત

બુલંદશહરમાં ગૌહત્યાની અફવા બાદ ભડકેલી હિંસામાં શહીદ થયેલા ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહના પરિવારજનોએ યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી છે. સુબોધ સિંહના પરિવારજનોએ યુપીના પાટનગર લખનૌ ખાતેના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના સરકારી નિવાસસ્થાને તેમની સાથે મુલાકાત કરી હતી.

યોગી આદિત્યનાથે સુબોધ સિંહના પરિવારજનોને મળવા માટે બુધવારે કહેણ મોકલ્યું હતું. આ પહેલા બુધવારે પ્રભારી પ્રધાન અતુલ ગર્ગ ઈન્સ્પેક્ટર સુબોધના પૈતૃક ગામ પહોંચ્યા હતા. તેમણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના મેસેજ સાથે ચાલીસ લાખ રૂપિયાનો ચેક સુબોધ સિંહના પત્નીને આપ્યો હતો. બુધવારે બપોરે લગભગ બે વાગ્યે બુલંદશહરના પ્રભારી પ્રધાન અતુલ ગર્ગ તરગવાં ગામ પહોંચ્યા હતા.

પ્રભારી પ્રધાન સમક્ષ લોકોએ પોતાની વાત રજૂ કરી હતી. તમામની વાત સાંભળ્યા બાદ પ્રભારી પ્રધાન અતુલ ગર્ગે કહ્યુ હતુ કે રાજ્ય સરકાર અને મુખ્યપ્રધાન પીડિત પરિવારની સાથે છે. ઘટનાના દોષિતો સામે કાર્યવાહી કરવામં આવશે અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઘટનાને લઈને ગંભીર છે. ભવિષ્યમાં આવા પ્રકારની કોઈપણ પ્રકારની ઘટના થાય નહીં તેને લઈને પણ અધિકારીઓને આકરા નિર્દેશ આપવામાં આવ્યા છે.

ગર્ગે સુબોધ સિંહના પત્ની અને બે પુત્રો સાથે બંધબારણે વાતચીત કરી હતી. સુબોધ સિંહ બુલંદશહર હિંસામાં ભીડની હિંસો ભોગ બનાય્ હતા. હિંસાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. હિંસામાં મૃતક સુમિતકુમાર સહીત 28ની સામે નામજદ અને 60 અજાણ્યા લોકો પર કેસ કરવામાં આવ્યો છે. આ મામલામાં અત્યાર સુધીમાં ચાર ધરપકડો કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી બજરંગદળના જિલ્લા સંયોજક યોગેશ રાજ હજી ફરાર છે.

યુપીના ડીજીપીએ કહ્યુ છે કે આખા મામલામાં એક ષડયંત્ર દેખાઈ રહ્યું છે. આખરે કેમ અને કેવી રીતે ગોવંશના અવશેષો ત્યાં લાવવામાં આવ્યા હતા. તેની તપાસ થઈ રહી છે. બુધવારે યુપીના ડીજીપી ઓમપ્રકાશ સિંહે કહ્યુ હતુ કે બુલંદશહર હિંસા એક મોટી સાજિશ છે. આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો મામલો નથી. આ મામલાની તપાસ એસઆઈટી કરી રહી છે. તપાસ રિપોર્ટ રજૂ થયા બાદ તમામ વાત સ્પષ્ટ થઈ જશે. આ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે ઉત્તરપ્રદેશની સરકારને નોટિસ મોકલીને ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો છે.

બુલંદશહર હિંસા કાંડમાં શહીદ થનારા પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહના પરિવારજનોએ મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ઉત્તરપ્રદેશના પોલીસ મહાનિદેશક ઓ. પી. સિંહ પણ હાજર હતા. યુપીના ડીજીપી ઓ. પી. સિંહે સુબોધ કુમાર સિંહના પરિવારજનોને મામલાની નિષ્પક્ષ તપાસ કરીને ન્યાય અપાવવાનો ભરોસો પણ આપ્યો છે.

સુબોધસિંહના પરિવારમાંથી એકને નોકરી, પચાસ લાખ રૂપિયાનું વળતર પણ સરકાર દ્વારા આપવામાં આવશે. તેના સિવાય બેંકમાંથી લેવામાં આવેલી ત્રીસ લાખની હોમલોનની સરકાર ચૂકવણી કરશે. યુપીના પ્રધાન અતુલ ગર્ગે કહ્યુ છે કે ઈટા જિલ્લામાં આવેલા શહીદ પોલીસ ઈન્સ્પેક્ટરના ગામમાં જતા જૈથારી-કુરૌલી રોડને સુબોધકુમાર સિંહ શહીદ માર્ગ નામ આપવામાં આવ્યું છે.

Related posts

ઈરાનમાં પેટ્રોલના ભાવમાં ભડાકો થતા સમગ્ર દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

Mayur

કાશ્મીરમાં તીવ્ર ઠંડીના પગલે 34 રાજકીય કેદીઓને હોસ્ટેલમાં ખસેડ્યા

Mayur

સરહદે વિસ્ફોટમાં જવાન શહીદ પાક.ના તોપમારામાં ભારે નુકસાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!