GSTV
Home » News » અયોધ્યામાં મોટી સંખ્યામાં પોલીસ બંધોબસ્ત ગોઠવાયો, ધારા 144 લાગતા અનેક તર્ક વિતર્ક

અયોધ્યામાં મોટી સંખ્યામાં પોલીસ બંધોબસ્ત ગોઠવાયો, ધારા 144 લાગતા અનેક તર્ક વિતર્ક

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ધારા 144 લગાવી દીધી છે. જિલ્લાધિકારી અનુજ ઝાએ અયોધ્યામાં ઘારા 144 લગાવી છે. જો કે અયોધ્યામાં આવનાર ભક્તો અને દીવાળી મહોત્સવ પર ધારા 144ની કોઈ અસર થશે નહીં અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પહેલા ધારા 144 લગાવી છે.

અયોધ્યામાં ધારા 144 એવા સમયે લાગૂ કરવામાં આવી છે. જ્યારે વિશ્વ હિંદૂ પરિષદે આ વખતે ગર્ભગૃહમાં વિરાજમાન રામલલાની સાથે દીવાળી મનાવવાનો નિર્ણય કર્યો છે. ત્યાં જ બાબરી મસ્જિદના પક્ષકાર હાજી મહબૂબે તેનો સખત વિરોધ કર્યો છે અને કહ્યું છે કે જો કમિશ્નરે વિવાદિત પરિસરમાં વિહિપને દીવાળી મનાવવાની મંજુરી આપી તો તેઓ પણ ત્યાં નમાજ અદા કરવાની માગ કરશે.

વિહિપના પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું કે ભગવાન રામ જ્યારે લંકા વિજય બાદ અયોધ્યા આવ્યા ત્યારથી લઈને આજ સુધી એટલે કે ત્રેતા યુગથી લઈને કળયૂગ સુધી જગ્યાઓ જગ્યાઓ પર સંતોનો કાર્યક્રમ હોય છે. હું સમજુ છુ કે જો અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમી છે તો તેમની જન્મભૂમિ પર પણ દીપોત્સવનો કાર્યક્રમ થવો જોઈએ. અમે માગ કરીએ છીએ કે રામલલા જ્યાં વિરાજમાન છે ત્યાં પણ દીપોત્સવનો કાર્યક્રમ થવો જોઈએ.

READ ALSO

Related posts

NCP, શિવસેના અને કોંગ્રેસ સરકાર ન બનાવે આ માટે ભાજપે રચ્યો હતો આ માસ્ટરપ્લાન

Mayur

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

આ બે નેતાઓના કારણે શિવસેનાનું સત્તા મેળવવાનું સપનું ‘સપનું’ જ બનીને રહી ગયું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!