GSTV
Home » News » પ્રિયંકા ગાંધીનો પ્રહાર -જો તમે રાષ્ટ્રવાદી છો તો ચૂંટણી દરમિયાન ભારતની વાત કરો, પાકિસ્તાનની નહી

પ્રિયંકા ગાંધીનો પ્રહાર -જો તમે રાષ્ટ્રવાદી છો તો ચૂંટણી દરમિયાન ભારતની વાત કરો, પાકિસ્તાનની નહી

Priyanka Gandh

જ્યારે ભાજપને નિશાન બનાવતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જો તમે રાષ્ટ્રવાદી હોવ તો ચૂંટણી દરમિયાન પાકિસ્તાનની નહીં, હિન્દુસ્તાન વિશે વાત કરો. જેમાં યુવાનોની, ખેડૂતો અને સૈનિકની વાત કરો. જો તમે રાષ્ટ્રવાદી હોય તો અમર શહીદોનું સન્માન કરો. ત્યારે પ્રિયંકાએ ખેડૂતોના મુદ્દા પર બીજેપીને ઘેરી હતી

જ્યારે રેલીમાં રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ મૂક્યો હતો. તેમણે લોકોનાં પૈસા ચોરીને ઉદ્યોગપતિઓને આપ્યા છે. આ દરમિયાન તેમણે ‘ચોકીદાર’ વિશે નરેન્દ્ર મોદી પર સતત હુમલો કરવાનો એકપણ મોકો ચુક્યા નહોતા. ત્યારે રાહુલે કહ્યું કે મોદીએ ખેડૂતોને બરબાદ કરી દીધા છે. અને તેઓ અંબાણી, નિરવ જેવા ઉદ્યોગપતિઓની ચોકીદારી કરી રહ્યા છે.

જ્યારે જનસભાને સંબોધન કર્યા પછી રાહુલ ગાંધીએ ફતેહપુર સિક્રીથી તેમની ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી. તે દરમ્યાન રાહુલ અને પ્રિયંકા સાથે સ્ટેજ પર કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા, યુપીનાં પ્રમુખ અને ફતેહપુર સિક્રીનાં ઉમેદવાર રાજ બબ્બરના સહીત ઘણા કાર્યકરો હાજર હતા.

READ ALSO

Related posts

બાલાકોટમાં એરસ્ટ્રાઇક દરમિયાન 6માંથી 5 ટાર્ગેટ તોડી પડાયાં હતાં: IAF નો રિવ્યૂ રિપોર્ટ

Bansari

સુપરસ્ટાર સલમાનખાનના પિતા સલીમ ખાનને મોહન ભાગવતના હસ્તે અપાયો આ એવોર્ડ

Mansi Patel

એરટેલને પછાડી આ કંપની બની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

Mansi Patel