GSTV
Home » News » અમિત શાહે ગુજરાતમાં આનંદીબેનની સાથે અડવાણીનું રાજકારણ પણ પૂરું કર્યું

અમિત શાહે ગુજરાતમાં આનંદીબેનની સાથે અડવાણીનું રાજકારણ પણ પૂરું કર્યું

amit shah news

ધુળેટીને દિવસે મોડી સાંજે ભાજપે લોકસભાની ચૂંટણીના પોતાના 184 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું પણ નામ છે. તેઓ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. આ અગાઉ પણ એવી ધારણા બંધાઇ હતી, કે હાલના સાંસદ લાલકૃષ્ણ અડવાણીને બેઠક પરથી તેમની ઇચ્છા હોવા છતાં મોદી અને અમિત શાહ ટીકીટ આપવાના મૂડમાં નથી. બીજીબાજુ મોદીના વિશ્વાસુ ગણાતા હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ગાંધીનગરની બેઠક માટે પ્રયત્ન કરતા હતા. 

Amit Shah and l k advani

તેઓએ આ બેઠક પર પોતાને અથવા પરિવારના કોઈ સભ્યને ટિકિટ આપવાની વાત કરી હતી. અમિત શાહને આ બાબતની જાણ થતા તેઓ સક્રિય થઇ ગયા હતા. પાટીદાર આંદોલનના પગલે ગુજરાતમાં જે પરિસ્થિતિ ઉભી થઈ હતી. તેનો લાભ લઈ અમિત શાહે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પાડી હતી. એટલું નહીં ત્યાર પછી પણ આનંદીબેનના જે કોઇ સમર્થકો હોય કે વિશ્વાસુ કર્મચારી કે-અધિકારીઓ હોય આ બધા જ લોકોને સાઈડલાઈન કરી દેવાયા છે. સંગઠનમાં પણ આનંદીબેનના જુના ગણાતા માણસોને સ્થાન આપ્યું નથી. બોર્ડ નિગમ હોય કે અન્ય સારી જગ્યા પર આનંદીબેન પટેલના જૂથની બાદબાકી કરી નાખવામાં આવી છે. 

બીજી બાજુ ગુજરાતમાં કોઈપણ રીતે પોતાનું રાજકારણ ચાલુ રહે તે માટે આનંદીબેન પટેલ મધ્યપ્રદેશથી પણ સતત પ્રયત્નો કરતા હતા. લોકસભાની ચૂંટણી આવતાં જ અને લાલકૃષ્ણ અડવાણીને ટિકિટ નહીં મળે તેવું જાણ્યા બાદ આનંદીબેને ઈચ્છા વ્યક્ત કરી હતી. કે ગાંધીનગર બેઠક પરથી મને ટિકિટ આપો જોકે ભાજપ હાઇકમાન્ડે તેમની વાતને ધ્યાનમાં લીધી નહોતી. આથી આનંદીબહેને ગાંધીનગર બેઠક પરથી પોતાની પુત્રી અનાર પટેલને ટિકીટ આપવાની વાત કરી હતી. 

પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફરીથી આનંદીબેનને રાજકીય રીતે મજબૂત થવા દેવા માગતા નથી. આથી તેઓએ સેન્સ લેવા ગયેલા નિરીક્ષકો સમક્ષ એકી અવાજે એવી રજૂઆત કરાવી કે, ગાંધીનગર બેઠક પરથી અમારે માત્ર અમિત શાહ જોઈએ. અન્ય કોઇ ઉમેદવાર ન જોઈએ. સતત આવી રજૂઆતો થતાં વાસ્તવમાં જે દાવેદારો હતા. તેઓએ પણ પોતાની રજૂઆત કરી નહોતી. એટલું નહીં આનંદીબેનના સમર્થકો પણ ખુદ આનંદીબેન પટેલ કે તેમના પુત્રી અનાર પટેલને ટિકીટ આપવાની માંગણી કરી શક્યા નહોતા. સામાન્ય રીતે નિરીક્ષકો દ્વારા જે તે બેઠક માટે ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ સંગઠનના હોદ્દેદારોની અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ધારાસભ્યોની ભલામણો અને સૂચનો લેવામાં આવે છે. જેમાં દરેક બેઠક માટે 8 થી 10 દાવેદારી આવતી હોય છે. 

પરંતુ ગાંધીનગર કેવી બેઠક હતી કે જેના પર અમિત શાહ સિવાય એક પણ આગેવાન કે નેતાનું નામ આવ્યું નથી. કે અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપો તેવી માગણી પણ કરવામાં આવી નથી. ગાંધીનગરના સૂત્રો જણાવે છે કે, અમિત શાહની નારાજગીથી બચવા માટે અન્ય એક પણ નેતા કે ઉમેદવારના નામની ભલામણ કોઈએ પણ કરવાની હિંમત કરી નથી. અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડશે. એ બાબત નિશ્ચિત થઇ ગઈ છે. 

સચિવાલયમાં અને ભાજપ ભાજપના કાર્યકરો અને આગેવાનો ચર્ચા કરી રહ્યા છે કે આખરે અમિત શાહે પોતાનું જ ધાર્યુ કરાવ્યું છે. તેઓએ આનંદીબેન પટેલની સાથોસાથ ભૂતપૂર્વ નાયાબ વડાપ્રધાન અને ભાજપના હાલના સૌથી સિનિયર નેતા તેમજ ગાંધીનગર સાંસદ લાલકૃષ્ણ અડવાણીનું ગુજરાતનું રાજકારણ પૂરું કરી નાખ્યું છે. બીજીબાજુ અમદાવાદના નારણપુરા તથા ઘાટલોડિયા ખાતે અમિત શાહના સમર્થકોએ ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

READ ALSO

Related posts

Exit Poll: જાણો કોની બનશે સરકાર, પરિવર્તન કે પૂનરાવર્તન

Nilesh Jethva

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva

લોકસભા ચૂંટણી 2019નું મતદાન થયુ પૂર્ણ, છેલ્લાં તબક્કામાં 60.21% થયુ મતદાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!