ઈન્ટરનેટના આ યુગમાં આજે ઘણા કામો સરળ થઈ ગયા છે. ડિજિટલાઈઝેશનના કારણે લોકો હવે બેન્કિંગ સાથે સંબંધિત ગતિવિધિઓને પણ ઓનલાઈન કરવા લાગ્યા છે. જોકે ઓનલાઈન ટ્રાન્જેક્શન દરમિયાન જ્યારે તમે ફંડ ટ્રાન્સફર કરો છો, તો તે રકમ સંબંધિત વ્યક્તિના ખાતામાં પહોંચી કે નહીં? તેને લઈને હંમેશા ટેન્શનમાં રહીએ છીએ. જોકે તેને જાણવા માટે તમે UTR Number નો ઉપયોગ કરી શકો છો. ટ્રાન્જેક્શન ફેલ થવાની સ્થિતિમાં જ્યારે પણ આપણે કસ્ટમર કેરમાં ફોન કરીએ છીએ, ત્યારે ગ્રાહક સેવા અધિકારી સૌથી પહેલા આપણી પાસેથી આ જ નંબર વિશે પૂછે છે. તેના દ્વારા જ તેઓ આપણી સમસ્યાનું નિરાકરણ લાવે છે. જ્યારે પણ કોઈ બે બેંક વટચ્ચે ટ્રાન્જેક્શન થાય છે, ત્યારે UTR (Unique Transaction Reference number) નંબર જારી કરવામાં આવે છે. તેમા ફંડ ટ્રાન્સફર કરતી બેંકનું IFSC કોડ, લેવડ-દેવડની તારીખ, સમયની જાણકારી હોય છે. ચાલો વિસ્તારમાં તેના વિશે જાણીએ.

UTR નંબર દ્વારા તમે તમારા ફંડ ટ્રાન્સફરની જાણકારી મેળવી શકો છો. સ્ટેટસ દ્વારા તમને તમારા ટ્રાન્જેક્શનની સંપૂર્ણ જાણકારી મળી જશે. UTR ને ટ્રાન્જેક્શન નંબર અને રેફરન્સ નંબરના નામે પણ ઓળખવામાં આવે છે.
UTR નંબરને IMPS, UPI અને AePs સાથે જોડાયેલા ટ્રાન્જેક્શન માટે જારી કરવામાં નથી આવતો. જ્યારે NEFT અને RTGS સાથે જોડાયેલા ટ્રાન્જેક્શન માટે TR નંબર જારી કરવામાં આવે છે.
NEFT મોડ દ્વારા થતા ટ્રાન્જેક્શન માટે 16 આંકનો UTR નંબર જારી કરવામાં આવે છે. જ્યારે RTGS દ્વારા થતા ટ્રાન્જેક્શન માટે 22 આંકડાના UTR નંબરને જારી કરવામાં આવે છે.

READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી