GSTV

ઇકોમર્સ પ્લેટફોર્મ પરથી ઓટો બુક કરાવવા ચૂકવવો પડશે 5% જીએસટી, આ તારીખથી લાગુ થશે નિયમ

Last Updated on November 27, 2021 by Damini Patel

ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ઓટોરિક્ષા સર્વિસનો લાભ લીધો તો પહેલી જાન્યુઆરી ૨૦૨૨થી તેના પર પાંચ ટકા જીએસટી ચૂકવવો પડશે. આ ઉપરાંત જીએસટીમાં રેટ રેશનલાઇઝેશ અંગે રાજ્યોના નાણાપ્રધાનોની મળનારી બેઠક મુલતવી રહી છે. આ પહેલા નાણાપ્રધાને 18 નવેમ્બરે સ્પષ્ટતા કરી હતી કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પરિવહન સેવા બુક કરાવનાર પર જીએસટી નહી લાગે.

આ હાલમાં ઓફલાઇન કે મેન્યુઅલ મોડમાં ચાલતી ઓટોરિક્ષા ડ્રાઇવરોની પેસેન્જર સર્વિસને જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. પણ જો તમે આ જ સર્વિસ ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા લીધી તો પહેલી જાન્યુઆરી 2022થી તેના પર પાંચ ટકા જીએસટી ચૂકવવો પડશે.

જાન્યુઆરી 2022થી તેના પર પાંચ ટકા જીએસટી ચૂકવવો પડશે.

GST

આ ઉપરાંત ચોમેરથી વિરોધ થવાના લીધે કાપડ ઉદ્યોગ પર 12 ટકા જીએસટી કરાયો તે ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે તેવી સંભાવના છે.

સરકારના પગલાની સીધી અસર ઇ-કોમર્સ ઉદ્યોગની કંપનીઓ પર પડશે, જેઓ ઓનલાઇન પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં ઓટો ડ્રાઇવરોને રાઇડરો સાથે જોડે છે. ઇ-કોમર્સ ઉદ્યોગ અત્યંત નિર્ણાયક તબક્કે છે અને તે હાલમાં પ્રવાસીઓને સસ્તી, સુગમ અને લવચીક બૂકિંગ રાઇડ્સ પૂરી પાડી રહ્યો છે.

અન્સ્ટ એન્ડ યંગના ટેક્સ પાર્ટનર બિપિન સપ્રએ જણાવ્યું હતું કે ઇ-કોમર્સ પ્લટફોર્મ પર રાઇડ બુક કરાય તો પાંચ ટકા જીએસટીઅને આ જ સર્વિસને ઓફલાઇન લેવાય તો કોઈ વેરો ન લેવામાં આવતા એક રીતે તેમાં ભેદભાવ આચરવામાં આવ્યો હોવાનું કહેવાય. આને કરવિસંગતતા પણ કહી શકાય.

જીએસટીની રેટ રેશનલાઇઝેશન પરની બેઠક મુલતવાઈ

કર્ણાટકના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્માઇના અધ્યક્ષ પદ હેઠળ મળનારી જીએસટીની રેટ રેશનલાઇઝેશન પરની બેઠક મુલતવી રહી છે. તેમા પશ્ચિમ બંગાળના નામાપ્રધાન અમિત મિત્રા, કેરળના નાણાપ્રધાન કે. એન. બાલાગોપાલ અનેબિહારના નાયબ મુખ્યપ્રદાન તારકિશોર પ્રસાદ સહિતના ભાગ લેવાના હતા. આ બેઠક ૨૭મી નવેમ્બરે મળવાની હતી અને તેમા જીએસટી રેટ અને સ્લેબમાં ફેરફારો અંગે ફિટમેન્ટ સમિતિની ભલામણો પર વિચાર કરવાનો છે.

Read Also

Related posts

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk

ચોંકાવનારો બનાવ / સુરતમાં નશામાં ધૂત યુવક ભૂલ્યો ભાન, દેશી દારૂ સમજી એસિડ ગટગટાવતા મોત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!