GSTV
Home » News » નપુંસકતાના ઈલાજ માટે હોસ્પિટલ ગયો યુવક, ડોક્ટરે કાઢ્યું આ અંગ

નપુંસકતાના ઈલાજ માટે હોસ્પિટલ ગયો યુવક, ડોક્ટરે કાઢ્યું આ અંગ

નપુંસકતાની સારવાર માટે મુંબઈની સરકારી જેજે હોસ્પિટલ આવેલા 29 વર્ષીય યુવકના શરીરમાંથી ડોક્ટરોએ મહિલા જનનાંગ જેવા કે ગર્ભાશય, ફેલોપિયન ટ્યુબ અને યોની કાઢી દીધા છે. ડોક્ટરનું કહેવું છે કે યુવકમાં ખૂબ દુર્લભ ગડબડી છે અને અત્યાર સુધી આવા ફક્ત 200 મામલા જ સામે આવ્યા છે. જેજે હોસ્પિટલના ડોક્ટરોએ ગયા મહિને યુવકની સર્જરી કરી હતી અને તેના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે.

હોસ્પિટલના યુરોલોજી વિભાગના પ્રમુખ ડોક્ટર વેન્કટ ગીતેએ જણાવ્યું કે યુવકની સર્જરી 26 જૂને થઈ છે. તેમણે જણાવ્યું કે અમે યુવકના શરીરમાંથી ગર્ભાશય, કેલોપિયન ટ્યુબ, સર્વિક્સ અને યોનિનો એક ભાગ કાઢ્યો છે. ડોક્ટરે જણાવ્યું કે ‘સુચના અનુસાર અત્યાર સુધી 200 આવા મામલા આવ્યા છે. તેને પ્રેસિસ્ટેન્ટ મુલેરિયન ડક્ટ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. ’

ડોક્ટરે જણાવ્યું કે દર્દીના શરીરના સ્કેન દ્વારા ખબર પડી હતી કે તેનું ટેસ્ટિકલ હજુ પણ શરીરની અંદર જ છે. આ સમસ્યાનો સર્જરી દ્વારા ઉકેલ લાવી શકાય પરંતુ જ્યારે અમે સર્જરી શરૂ કરી તો અમને અંદર ગર્ભાશય જેવું અંગ જોવા મળ્યું.

તેમણે કહ્યું, એમઆરઆઈ દ્વારા ખબર પડી હતી કે શરીરની અંદર ફલોપિયન ટ્યુબ, સર્વિક્સ અને યોની જેવી સ્ત્રી જનનાંગ પણ છે. ડોક્ટરે જણાવ્યું કે, સર્જરી સફળ રહી પરંતુ યુવક ક્યારેય પિતા નહીં બની શકે કારણ કે તે એઝોર્સ્પમિયાનો શિકાર છે. જેમાં પુરુષના સીમેનમાં સ્પર્મ નથી હોતા.

Read Also

Related posts

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva

ભચાઉ કેનાલમા બે કિશોર પાણીમાં ન્હાવા જતા પાણીમાં થયા ગરકાવ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!