GSTV
Home » News » 19મી ઓગસ્ટ સુધી અનરાધાર વરસાદની આગાહી, નદીઓમાં ઘોડાપૂર

19મી ઓગસ્ટ સુધી અનરાધાર વરસાદની આગાહી, નદીઓમાં ઘોડાપૂર

ઉત્તરાખંડમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ છે. રાજ્યમાં 19મી ઓગસ્ટ સુધી અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી મેદાની અને પહાડી વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 34 જેટલા લોકોના મોત થયા છે. જેમા ચમોલી જિલ્લામાં સૌથી વધારે નુકસાન થયુ છે.

ચમોલીમાં વાદળ ફાટવથી અનેક વિસ્તારમાં લેન્ડસ્લાઈડની ઘટના બની છે. દહેરાદૂનમાંથી પસાર થતી નદીમાં પણ વરસાદના કારણે ઘોડાપૂર આવ્યુ છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ચમોલી અને બાગેશ્વર જિલ્લાઓમાં પણ ભારે વરસાદની ચેતવણીને લઈને શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે.

રાયગઢમાં ધોધમાર વરસાદ

છત્તીસગઢના રાયગઢમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ બાદ રાયગઢમાં પૂર આવ્યુ છે. શહેરના મુખ્ય માર્ગ પર બેથી ત્રણ ફૂટ પાણી ભરાયા. જેથી વાહન વ્યવહારને અસર થઈ છે. ભારે વરસાદના કારણે જનજીવન પર પણ અસર પડી છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે અનેક લોકો પોતાનો જીવ બચાવવા સલામત સ્થળે ખસી ગયા છે. રાયગઢ સિલાય દાંતેવાડામાં પણ વરસાદ પડ્યો છે. જેથી અનેક લોકો વરસાદ અને પૂરમાં ફસાયા છે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!