GSTV

થઇ જાઓ તૈયાર! 10 હજાર લોકોને નોકરી આપશે આ ડિજિટલ કંપની, જલ્દી શરૂ થશે હાયરિંગ

Bank

Last Updated on August 3, 2021 by Bansari

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સોલ્યુશન કંપની USTએ આ વર્ષે ભારત સહિત વિશ્વભરમાં 10,000 થી વધુ નવા કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે 10,000 થી વધુ ટેક્નોલોજીકલ ઇન્ફોર્મેશન ધરાવતા લોકોની ભરતી કરી રહી છે, જેમાં 2,000 એન્ટ્રી-લેવલ એન્જિનિયરિંગ પોઝિશન, જેમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સાયબર સિક્યુરિટી, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જાવા, ડેટા સાયન્સ અને એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. AI/ML, ઓટોમેશન (RPA/IPA) એક મુખ્ય સ્કિલ તરીકે ગણવામાં આવશે.

આ ભરતીનો મુખ્ય ઉદ્દેશ UST ગ્રાહકોને માનવ-કેન્દ્રિત અભિગમ અને તકનીકની મદદથી તેમના વ્યવસાયમાં પરિવર્તન લાવવામાં મદદ કરવાનો છે. UST ના જોઇન્ટ ચીફ ઓપરેટિંગ ઓફિસર મનુ ગોપીનાથે જણાવ્યું હતું કે, “અમારા નવા કર્મચારીઓ નવી ટેકનોલોજી પર કામ કરશે અને એવી પ્રોડક્ટ્સ બનાવશે જે અમારા ગ્રાહકો અને તેમના ગ્રાહકોને મદદ કરી શકે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નવા કર્મચારીઓ હાલના ચાલુ પ્રોડક્ટ્સને વિકસાવવામાં મદદ કરશે અને એક પ્લેટફોર્મ બનાવશે જે અમારા સોલ્યુશનની ડિમાન્ડને આગળ વધારી શકે.

નોકરી

આ દેશોમાંથી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે

સ્ટાફની ભરતી મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા (યુએસએ, મેક્સિકો, કેનેડા, કોસ્ટા રિકા) અને દક્ષિણ અમેરિકા (ચિલી, પેરુ, આર્જેન્ટિના, કોલંબિયા) અને યુરોપ (યુકે, સ્પેન, જર્મની, બલ્ગેરિયા, રોમાનિયા, યુક્રેન, ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લેન્ડ,પોલેન્ડ, બેલ્જિયમ, નેધરલેન્ડ, લક્ઝમબર્ગ) માંથી કરવામાં આવશે. આ સિવાય એશિયા પેસિફિક દેશોમાં ભારત, ઇઝરાયલ, મલેશિયા અને સિંગાપોરમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. જોકે, કંપનીએ કઇ જગ્યાએથી કેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવશે તે અંગે માહિતી આપી નથી.

નોકરી

હાલમાં USTમાં કામ કરી રહ્યા છે 26 હજાર કર્મચારીઓ

અત્યારે જોવામાં આવે તો UST 25 દેશોમાં કામ કરી રહી છે અને તેની કુલ 35 ઓફિસો છે જેમાં કુલ 26 હજારથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. હવે કંપની ડિજિટલ સોલ્યુશન્સની માંગને પહોંચી વળવા માટે કર્મચારીઓની સંખ્યા 40 ટકા વધારવા માંગે છે. આ માટે, તે 10,000 ટેક-સેવી અને લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવાની યોજના ધરાવે છે.

આ રીતે કરવામાં આવે છે કર્મચારીઓની પસંદગી

USTમાં જોડાતા એન્ટ્રી લેવલના કર્મચારીઓએ 100 કલાકના એક્સિલરેટેડ સ્કિલ્સ પ્રોગ્રામમાંથી પસાર થવું પડશે. યુએસટીના ચીફ જોઇન્ટ ઓફિસરએ જણાવ્યું હતું કે અમારા ફ્લેક્સિબલ અને હાઇબ્રિડ વર્કપ્લેસ કલ્ચર સાથે, અમે અમારા ગ્રાહકોની બિઝનેસ-ક્રિટિકલ સમસ્યાઓ હલ કરીએ છીએ અને સાહસિકતાને આગળ ધપાવીએ છીએ કારણ કે તે ઇનોવેશનના કેટેલિસ્ટ છે. આ કંપની ભારત, યુકે, મેક્સિકો અને યુએસમાં ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક’ દ્વારા માન્યતા પ્રાપ્ત છે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!