GSTV
India News ટોપ સ્ટોરી

ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદે ગ્રુપનો ખુલ્લો પત્ર! છેલ્લા 2.5 વર્ષથી CM ઓફિસના દરવાજા અમારા માટે હતા બંધ, અમારી સાથે અપમાનજનક વ્યવહાર થયો

શિવસેનાના નેતા એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યોની લાગણી વ્યક્ત કરતો ખુલ્લો પત્ર ટ્વીટ કર્યો છે. આ પત્ર દ્વારા શિંદેએ સીએમ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે NCP નેતાઓએ અમારું અપમાન કર્યું છે. આદિત્ય ઠાકરે અયોધ્યા ગયા ત્યારે અમને કેમ રોક્યા?

મહારાષ્ટ્ર

મુશ્કેલ સમયમાં એકનાથ શિંદેએ મદદ કરી હતી. અમારી સાથે અપમાનજનક વ્યવહાર કરવામાં આવ્યો, અમારી વાત સરકારી અધિકારી સાંભળતા જ નહોતા. રાજ્યસભાની ચૂંટણી પર અમારી પર અવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો, NCP કોંગ્રેસના ધારાસભ્યો જ એકબીજાને મળી શકતા હતા. અમારા માટેના દરવાજા બંધ રહ્યા હતા.

  • મહારાષ્ટ્રમા રાજકીય સંકટ વચ્ચે સૌથી મોટા સમચાર
  • એકનાથ શિંદેએ સીએમ ઉ્દ્ધવ ઠાકરેને લખ્યો પત્ર
  • શિંદેએ લખેલા પત્રમાં ધારાસભ્યોની ભાવનાઆેનો કરાયો ઉલ્લેખ
  • અમારા માટે અઢી વર્ષ બંધ હતા સીએમ ઓફિસના દરવાજા
  • અમને અયોધ્યા ના જવા દિધા
  • અમારી સાથે થયો અપમાનજનક વ્યવહાર
  • મુશ્કેલ સમયમાં એકનાથ શિંદે અમારી સાથે હતા
  • ઉદ્ધવ ઠાકરેને બાગી નેતાઓને ખુલ્લો પત્ર

શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. ધારાસભ્યોએ લખ્યું છે કે સીએમ આવાસ અમારા માટે 2.5 વર્ષથી બંધ હતું. વર્ષા બંગલામાં સીધો પ્રવેશ નહોતો.

12 કલાકમાં સાત ધારાસભ્યો ગુવાહાટીની હોટલ પહોંચ્યા


છેલ્લા 12 કલાકમાં કુલ સાત ધારાસભ્યો આસામના ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલ પહોંચ્યા હતા. એટલે કે હવે કુલ 42 ધારાસભ્યો શિંદેના સમર્થનમાં આવી ગયા છે. ત્રણ ધારાસભ્યો મુંબઈમાં હોવાના અહેવાલ છે.

‘સામના’માં ભાજપને જવાબદાર ઠેરવતા લખવામાં આવ્યું છે કે, ભાજપ કહે છે કે તેને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ આ માત્ર મજાક લાગે છે કારણકે, સુરતની હોટેલમાં ભાજપના લોકો હાજર હતા. ત્યાર બાદ ગુવાહાટી એરપોર્ટ ખાતે આસામના મંત્રીએ બળવાખોરોનું સ્વાગત કર્યું હતું. શિવસેનાના મુખપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વિધાન સભામાં જે થવાનું હશે તે થશે પરંતુ મુખ્યમંત્રી તરીકે ઉદ્વવ ઠાકરેની લોકપ્રિયતા ચરમસીમાએ છે. શિવસેનાનું સંગઠન મજબૂત છે. 

READ ALSO

Related posts

કોરોનાનો કહેર / મહારાષ્ટ્રમાં 6000થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 24 હજારને પાર

Hardik Hingu

મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ

Hardik Hingu

સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર

Zainul Ansari
GSTV