GSTV

મોદી હૈં તો મુમકીન હૈં/ 100 કરોડનો આંકડો બતાવી દેશવાસીઓને મોંઘવારીમાંથી ધ્યાન ભટકાવી દીધું, જોઈ લો ક્યા દેશે કેટલી વસ્તીને આપી છે રસી

Last Updated on October 23, 2021 by Pravin Makwana

ભારતમાં 100 કરોડ વેક્સિન લગાવ્યા બાદ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પ્રધાનમંત્રી મોદી અને ભાજપ પર ખોટી જાણકારી ફેલાવા ભ્રમ ઊભો કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે દાવો કર્યો છે કે, પીએમ મોદીએ કહ્યુ હતું કે, ભારત દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે જ્યાં રસીકરણના 100 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે. જ્યારે 16 ડિસેમ્બર, 2021 સુધી ચીનમાં 200 કરોડથી વધારે ડોઝ આપી ચુક્યા છે. સત્ય જે હોય તે, પણ રાજકારણથી થોડા દૂર હટીને વાત કરીએ તો, આ વૈશ્વિક મહામારીથી બચવા માટે ક્યા દેશે પોતાના નાગરિકોને કેટલી વેક્સિન આપી છે તે અહીં જાણીએ.

ચીન

ચીને દુનિયામાં સૌથી ઝડપી વેક્સિનેશન કર્યું છે. સ્ટેટિકાની ડેટા અનુસાર, ચીને અત્યાર સુધીમાં 223 કરોડ લોકોને કોરોના વાયરસનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દીધો છે. તેમાં 105 કરોડ લોકો એવા છે જેને બંને ડોઝ અપાઈ ચુક્યા છે. ચીનમાં હાલ સિનોવેકની વેક્સિન લગાવામાં આવી રહી છે. જો કે, આ વેક્સિનની પ્રભાવકારિતા અન્ય વેક્સિનની સરખામણીએ ખૂબ ઓછી છે. તેથી ચીનમાં ફરીથી કોરોનાના કેસો આવી રહ્યા છે.

કોરોના

ભારત

ભારતમાં કોરોના વાયરસની વેક્સિનના 100 કરોડથી વધારે ડોઝ આપી દેવામાં આવ્યા છે. તેમાંથી 29.4 કરોડ લોકોને જ વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.જો વસ્તીના હિસાબે વાત કરીએ તો, ભારતમાં 21.3 ટકા લોકોનું જ રસીકરણ થયું છે. ભારતમાં કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક વેક્સિન આપવામાં આવી રહી છે. એક દિવસ પહેલા ભારતે 100 કરોડ વેક્સિનનો આંકડો પાર કર્યો છે.

દેશવેક્સિનના કુલ ડોઝ (કરોડમાં)સમગ્ર પણે વેક્સિનેટ લોકો (કરોડમાં)વસ્તીના હિસાબે ટકાવારી
ચીન223105
ભારત10129.421.3
બ્રિટેન49.5
અમેરિકા41.11957.6
બ્રાઝિલ26.110.951.2
જાપાન18.38.6969.1
ઈંડોનેશિયા17.66.5223.8
તુર્કી11.54.7856.7
મેક્સિકો11.35.2140.4
જર્મની11.15.566

અમેરિકા

કોરોના વાયરસ વેક્સિનેશન મામલે અમેરિકા દુનિયામાં ત્રીજા નંબર છે. અમેરિકામાં અત્યાર સુધીમં 41.1 કરોડથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. જેમાં એક ડોઝનો સમાવેશ થાય છે. તેમાંથી 19 કરોડ એવા લોકો છે, જેને બંને ડોઝ આપવામાં આવ્યા છે. અમેરિકામાં બૂસ્ટર ડોઝને લઈને પણ વાત ચાલી રહી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં વસ્તીના કુલ 57.6 ટકા લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

બ્રાઝિલ

દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલ કોરોના વાયરસની મહામારીથી પ્રભાવિત થનારા ટોપ 5 દેશોમાં શામેલ છે. આ દેશમાં અત્યાર સુધીમાં કુલ 26.1 કરોડ કોવિડ વેક્સિન લગાવામાં આવી છે. તેમાંથી 0.9 કરોડ લોકો એવા છે, જેમને બંને ડોઝ આપવામાં આવ્યા છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં વસ્તીના કુલ 51 ટકા લોકોને રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.

જાપાન

ટેકનિકલ બાબતે દુનિયામાં ટોચ પર રહેલા દેશ જાપાનમાં કોરોના વાયરસની 18.3 કરોડ ડોઝ લગાવામાં આવ્યા છે. તેમાંથી 8.69 કરોડ લોકો એવા છે જે સમગ્રપણે વેક્સિનેટ થઈ ગયા છે. જાપાનમાં કુલ વસ્તીના 69 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ લાગી ચુક્યા છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!