GSTV
Gujarat Government Advertisement

એલર્ટ/ LICએ આપી ચેતવણી: મંજૂરી વિના આ કામ કર્યુ તો મર્યા સમજો, થશે કાયદેસરની કાર્યવાહી

lic

Last Updated on June 11, 2021 by Bansari

દેશની સૌથી મોટી વીમા કંપની જીવન વીમા નિગમએ (LIC) લોકોને ચેતવણી આપી છે. LICએ લોકોને ચેતવણી આપી છે કે જો તમે પરવાનગી વિના કંપનીનો લોગો વાપરો તો તે દંડપાત્ર ગુનો છે. આ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ચાલો તમને જણાવી દઈએ કે ઘણી વખત લોકો પરવાનગી વિના લોગોનો ઉપયોગ કરે છે. હવેથી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ના ટ્વિટ મુજબ, કોઈ પણ વેબસાઇટમાં, પરવાનગી વગર પબ્લિશિંગ મટિરિયલ અને ડિજિટલ પોસ્ટમાં LIC લોગોનો ઉપયોગ કરી શકાતો નથી. LICએ પણ ટ્વિટમાં કહ્યું કે તેના લોગોનો ઉપયોગ ગેરકાયદેસર છે. સિવિલ અને ફોજદારી હેઠળ આવા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

lic

છેતરપિંડી વિશે પણ ચેતવણી આપી હતી

બીજી ચેતવણીમાં, LICએ લોકોને છેતરપિંડી વિશે ચેતવણી આપી છે. LICએ તેના પોલિસીધારકોને એક ચેતવણી જારી કરી છે કે LIC બોનસ સંબંધિત માહિતી ફોન પર શેર કરતી નથી.LICએ ટ્વીટમાં કહ્યું કે, LICના અધિકારીઓ તમને ફોન પર તમારો પોલિસી નંબર, પાન નંબર અને નોમિનીની વિગતો માટે પૂછતા નથી.

lic

જો તમને શંકાસ્પદ ફોન કોલ્સ અથવા ઇ-મેલ્સ પ્રાપ્ત થાય છે, તો તમે spuriouscalls@licindia.com પર રિપોર્ટ નોંધાવી શકો છો, એમ વીમા કંપનીએ જણાવ્યું છે.LICએ પોલિસીધારકોની સુવિધા માટે કોલ સેન્ટર સેવા નંબર જારી કર્યો છે. LIC કોલ સેન્ટર સેવાઓ 24 × 7 ઉપલબ્ધ છે. ઓથોરાઇઝ્ડ નંબર 022-6827 6827 છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ષડયંત્ર/ ભારત વિરુદ્ધ સાઇબર જાસૂસી ઓપરેશન ચલાવી રહ્યું છે ચીન, ટેલિકોમ કંપનીઓને બનાવી નિશાન

Damini Patel

કામનું/ હવે સરળતાથી કરી શકશો ઑનલાઇન ફ્રોડની ફરિયાદ, ગૃહ મંત્રાલયે જારી કર્યો હેલ્પલાઇન નંબર

Bansari

નરોડામાં મોબાઈલ ટાવર ઉપર ચડેલાં યુવાનને બે કલાકની મહેનત બાદ ફાયર વિભાગેબચાવી લીધો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!