GSTV

રાજસ્થાનની સફાઈ કામદારને મળશે પદ્મશ્રી સન્માન, આટલી નાની ઉંમરમાં થયા હતા બાળલગ્ન

દેશભરમાં જ્યારે લોકો ગણતંત્ર દિવસની તૈયારીઓમાં વ્યસ્ત હતા, ત્યારે 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી સન્માનોની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં રાજસ્થાનની ઉષા દેવીનું નામ પણ સામેલ છે. અલવર શહેરમાં ક્યારેક મળમૂત્રની સફાઈનું કામ કરતી ઉષા આજે સ્વચ્છતા મિશનમાં એક જાણીતુ નામ છે. ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા અભિયાન માટે કામ કરનાર ઉષાએ અમેરિકા સહિત પાંચ દેશનો પ્રવાસ પણ કર્યો છે. વર્ષ 2008માં તેમના બનાવેલા કપડા પહેરીને વિદેશની મોડલે મિશન સેનિટેશન હેઠળ UN તરફથી આયોજિત એક કાર્યક્રમમાં કૅટ વૉક પણ કર્યું હતું. સાથે જ ઉષા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમને રાખડી પણ બાંધી ચુકી છે.

ખૂબ જ સંઘર્ષ ભરી છે ઉષાની જીવનગાથા

પદ્મશ્રી એવોર્ડની જાહેરાત બાદ ઉષાએ જણાવ્યું હતું કે, માત્ર 10 વર્ષની ઉંમરમાં તેમના લગ્ન થઈ ગયા હતા. તેણી નાની ઉંમરમાં જ મળમૂત્ર સાફ સફાઈનું કામ કરતી હતી, તેમને દરરોજ મળમૂત્ર સાફ સફાઈ કરતી વખતે ગંદકી અને ખરાબ જિંગગીમાંથી પસાર થવું પડતું હતું. કામ કરતા સમયે તેમને કોઈ પાણી પણ પીવડાવતું ન હતું. ઉનાળામાં તેમને તરસ લાગવા પર દૂરથી જ પાણી પીવડાવવામાં આવતું હતું. સાથે જ કોઈ પણ સવર્ણ લોકોને અડવું એક આપરાધ માનવામાં આવતું હતું. ભૂલથી કોઈપણને અડવા પર ધમકાવવામાં આવતું હતું અને ખરી-ખોટી સંભળાવી ભગાવી દેવામાં આવતી હતી.

વર્ષ 2003માં બિંદેશ્વર પાઠકની નવી દિશા સંસ્થા સાથે જોડાઈ

અલવર શહેરના હજૂરી ગેટ નિવાસી ઉષા વર્ષ 2003માં બિંદેશ્વર પાઠકની નવી દિશા સંસ્થા સાથે જોડાઈ હતી. ત્યારબાદ ઉષાનું જીવન પૂર્ણ રીતે બદલાઈ ગયું હતું. સ્વચ્છતાના અભિયાન માટે તેણીએ કરેલા કાર્યો માટે દેશભરમાં તેમના વખાણ કરવામાં આવી રહ્યા છે. હવે તે સાફ સફાઈનું કામ છોડીને અથાણા અને જૂટની થેલી બનાવવાનું કામ કરી રહી છે. સાથે જ બ્યુટીશિયન સહિતના કાર્યો કરી આત્મનિર્ભર બની ગઈ છે. જેથી તેણીની આર્થિક સ્થિતિમાં પણ ઘણો ફેરફાર થયો છે. ઉલ્લેખનીય છે કે, ઉષા હાલમાં સુલભ ઈન્ટરનેશનલની અધ્યક્ષ છે અને તેણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે વખત રાખડી પણ બાંધી ચુકી છે.

READ ALSO

Related posts

ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર- રિઝલ્ટ દસ્તાવેજ સાચવવા 24 કરોડનાં ખર્ચે બનશે સ્ટ્રોંગ રૂમ

pratik shah

IPL 2020: રાજસ્થાન સામે ધોનીની CSKએ વાળ્યો ધબડકો, હવે પ્લેઑફની રાહ પણ મુશ્કેલ

Bansari

ખામીયુક્ત એન્જિનને કારણે હ્યુન્ડાઈ-કિઆ મોટર્સને અધધ રૂ. 212 અબજનું નુકસાન : 17 લાખ કાર પાછી ખેંચી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!