GSTV

ઓનલાઇન મીટિંગ એપના ઉપયોગ માટે ચૂકવવું પડશે તગડું બિલ, ટેલિકોમ કંપનીઓએ આપી ચેતવણી

ભારતમાં ટેલિકોમ ઓપરેટર્સ પોતાના યુઝર્સને ચેતવણી આપી છે કે ઓનલાઇન વિડીયો કોલિંગ એપનો ઉપયોગ કરવા માટે તેમણે ઇન્ટરનેશનલ કોલિંગ રેટ્સ આપવા પડી શકે છે. ઓનલાઇન વિડીયો કોલિંગ અથવા મીટિંગ એપ્લિકેશન્સ જેવા કે ઝૂમ, માઈક્રોસોફ્ટ ટીમ્સ, બ્લુ જીન્સ અને જિયો મીટ એપ્સ પર જો ટોલ ફ્રી નંબર્સનો ઉપયોગ નથી થતો, તો યુઝરે ઇન્ટરનેશનલ કોલિંગ રેટ્સ ચૂકવવા પડી શકે છે.

ટેલિકોમ ઓપરેટર્સને ટ્રાઈની સૂચના

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) તરફથી આદેશ જાહેર કરવામાં આયો છે કે ઓનલાઇન મીટિંગ એપ્સમાં મળનાર ડાયલ-ઈન ફીચરનો ઉપયોગ ઇન્ટરનેશનલ નંબર્સ સાથે કરતા સમયે ISD રેટ આપવા પડશે. ટ્રાઇએ ટેલિકોમ ઓપરેટર્સને સબસ્ક્રાઇબર્સને આ અંગે જાણકારી આપવા કહ્યું છે અને જણાવ્યું છે કે યુઝર્સને કંપનીઓ તરફથી એસએમએસ મોકલવામાં આવી રહ્યા છે.

આ કારણથી આપવા પડશે ISD કોલ રેટ્સ

ટ્રાઈ અને ટેલિકોમ કંપનીઓ પાસે ફરિયાદો આવી હતી કે વર્ક ફ્રોમ હોમ કરતા સમયે ઘણા યુઝર્સના બિલ ઘણા ઊંચા આવી રહ્યા છે. એક ટેલીઓમા એક્ઝિક્યુટિવે જણાવ્યું છે, “જો લેપટોપ અથવા ડેસ્કટોપથી લોગીન કર્યા બાદ યુઝર્સ ઇનબિલ્ટ ઓડિયોનો ઉપયોગ કરે છે તો કોઈ સમસ્યા નથી. તો બીજી બાજુ, ઘણી સેવાઓ સેલ્યુલર નેટવર્કનો ઉપયોગ ઓડિયો માટે કરે છે અને તેના માટે આઇએસડી રેટ ચૂકવવા પડશે.

જિયો અને એરટેલ લાવ્યા છે નવી એપ

છેલ્લા છ મહિનાથી વિડીયો કોલિંગ અને ઓનલાઇન મીટીંગની જરૂરિયાતો વધી ગઈ છે અને એવામાં એપ્લિકેશન્સ ડાઉનલોડ અને ઉપયોગ ઘણો વધી ગયો છે. ભારતી એરટેલ તરફથી યુએસ સ્થિત ટેલિકોમ ઓપરેટર વેરિઝોન સાથે મળીને બ્લુ જીન્સ એપ લોન્ચ કરવામાં આવી છે. તો રિલાયન્સ જિયોએ પણ માઈક્રોસોફ્ટ ટીમ્સ, ગુગલ મીટ અને ઝૂમ જેવી પોપ્યુલર એપને ટક્કર આપવા માટે પોતાનું જિયો મીટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે.

MUST READ:

Related posts

સિંહોને પહેરાવવામાં આવેલા રેડિયો કોલર કાઢવાની કામગીરી શરૂ, સાંસદ શક્તિસિંહ ગોહિલે લગાવ્યો હતો આ આરોપ

Nilesh Jethva

મોદી સરકારનો કૃષિ ખરડો અને ખટ્ટર સરકાર પર વધ્યો ખતરો, ચૌટાલા ખસ્યા તો સરકાર ગબડશે

Karan

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં NSUIએ લગાવ્યો પેપર લીક થવાનો આક્ષેપ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!