GSTV
Home » News » Whatsapp પર કૉઈન્સ દ્વારા થશે મની ટ્રાન્સફર, ફેસબુક કરી રહ્યું છે ડેવલપ

Whatsapp પર કૉઈન્સ દ્વારા થશે મની ટ્રાન્સફર, ફેસબુક કરી રહ્યું છે ડેવલપ

ફેસબુકની માલિકીવાળી મેસેજિંગ એપ વ્હોટ્સએપ પર હવે યૂઝર્સ કૉઈન્સ દ્વારા મની-ટ્રાન્સફર મોકલી શકશે. ઘણી બધી મોટી સોશિયલ મીડિયા અને મેસેજિંગ કંપનીઓ ક્રિપ્ટોકરન્સી લાવવા માટે કામ કરી રહી છે અને ફેસબુકનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. મેનસ્ટ્રીમ કંપનીઓ આગામી સમયમાં ક્રિપ્ટોકરન્સીનો વિકલ્પ ગ્રાહકને આપવાના પ્રયત્નમાં છે અને ટૂંક સમયમાં તેની મદદથી યૂઝર્સ Venmo અને PayPal દ્વારા ઈન્ટરનેશનલ મની ટ્રાન્સફર કરી શકશે. વ્હોટ્સએપના મોટા યૂઝરબેસને પગલે, તેના પર પહેલી નજર હશે.

ડિજિટલ વ્હોટ્સએપ કૉઈન્સ દ્વારા મેસેજિંગ એપ પર મની-ટ્રાન્સફરનો પ્રોજેક્ટ ફેસબુકની આગેવાનીમાં ચાલી રહ્યો છે. કંપની એવા કૉઈન પર કામ કરી રહી છે, જેનાથી વ્હોટ્સએપ યૂઝર્સ પોતાના મિત્રો અને પરિવારજનોને ઈન્સ્ટન્ટલી ટ્રાન્સફર કરી શકશે. નામ ના જણાવવાની શરતે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોએ આ અંગે માહિતી શેર કરી છે. આ અંગે માહિતી શેર કરતા કહેવામાં આવ્યું છે કે ફેસબુકનો આ પ્રોજેક્ટ ખૂબ મોટો છે અને કંપની ગ્રાહકને ફેસબુક કૉઈન્સ વેચવા માટે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જની સાથે પણ વાતચીત કરી રહી છે.

મની ટ્રાન્સફરની આ પદ્ધતિ ખૂબ જ સરળ અને ઝડપી રહેશે. જેના માટે તમારે કોઈ મેસેજની જેમ જ બીજા રીસીવરને કોઈ કૉઈન્સ મોકલવા પડશે અને તેને કૉઈન્સની વેલ્યૂ રીસીવ કરવી પડશે. એક કૉઈનની વેલ્યૂ કેટલી હશે, આ બાદમાં નક્કી થશે. આ પદ્ધતિ ખૂબ જ ઝડપી હશે અને તેની મદદથી વિદેશમાંથી પણ ડીજીટલ મની મોકલવામાં આવશે અથવા રીસીવ કરવામાં આવશે. વ્હોટ્સએપ એકલું પ્લેટફોર્મ નથી, જેના પર ક્રિપ્ટો કૉઈન્સનો ઑપ્શન આવશે. ટેલિગ્રામ અને સિગ્નલ જેવી ઘણી મેસેજિંગ એપ્સ પણ પોતાના કૉઈન્સ પર કામ કરી રહી છે.

જોકે, એક સ્ટેટમેન્ટમાં ફેસબુકે ડિજિટલ કૉઈન સાથે જોડાયેલા પ્રોજેક્ટ પર સીધી રીતે કશું કહ્યું જ નથી. બાકી કંપનીઓએ પણ પોતાના પ્રોજેક્ટ પર અત્યારે કઈ કહેવાનો ઈનકાર કર્યો છે. મોટાભાગે આવા ડિજિટલ કૉઈન્સ પર કામ કરી રહી છે, જે ડિસેન્ટ્રલાઈજ્સ કોમ્પ્યૂટર નેટવર્ક પર રહેશે અને તેને બનાવનારી કંપનીઓ પાસેથી ઈન્ડિપેન્ડન્ટ રહેશે. બિટકૉઈનની જેમ જ નવી ક્રિપ્ટોકરન્સીને એક દેશમાંથી બીજા દેશની વચ્ચે ટ્રાન્સફર કરવી ખૂબ સરળ રહેશે. ઉલ્લેખનીય છે કે, મેસેજિંક કંપનીઓએ અમૂક નિયમો અને ટેકનોલોજી સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો આવશ્ય કરવો પડી શકે છે.

READ ALSO

Related posts

ઈમરાન હાશ્મીને ઘર ચલાવા માટે ક્યારેક કરવું પડ્યું એવું કામ, જાણી રહી જશો દંગ

Dharika Jansari

પાકમાં પરાણે અતિથી બનીને આવતી જીવાતોનું નિરાકરણ કેવી રીતે લાવવું ?

Mayur

ફુલોની ફુલગુલાબી ખેતી કરી કચ્છના ખેડૂતે કેવી રીતે મેળવી સફળતાની સોડમ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!