GSTV
Home » News » હવે 179 રૂપિયાનાં રિચાર્જ પર મળશે 2 લાખનો ઈન્શ્યોરન્સ, આ કંપની આપી રહી છે શાનદાર ગિફ્ટ

હવે 179 રૂપિયાનાં રિચાર્જ પર મળશે 2 લાખનો ઈન્શ્યોરન્સ, આ કંપની આપી રહી છે શાનદાર ગિફ્ટ

એરટેલે તેના યુઝર્સને 179 રૂપિયાના રિચાર્જ પર 2 લાખનો જીવન વીમો આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત રવિવારે એરટેલ દ્વારા કરવામાં આવી હતી. કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે 179વાળા પ્લાનની સાથે, યુઝર્સને ભારતી એક્સા જીવન વીમો આપવામાં આવશે.

એરટેલ કંપનીએ કહ્યું કે, એરટેલનાં 179 રૂપિયાના પ્રીપેડ પ્લાન સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકાય છે. ઉપરાંત, યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવશે. આ સિવાય કંપનીએ પણ દરરોજ 300 એસએમએસ આપવાની જાહેરાત કરી છે. આની સાથે યુઝર્સને 2 લાખ રૂપિયાનો વીમો પણ મળશે.

આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. કંપની આ યોજના તેના નવા યુઝર્સને આપશે. કંપનીનું કહેવું છે કે 18 થી 54 વર્ષની ઉંમરના લોકોને વીમાના એજ ગ્રુપમાં શામેલ કરવામાં આવ્યા છે. સાથે જ, વીમા મેળવવા માટે, યુઝર્સને કોઈ પેપર વર્કની જરૂર રહેશે નહીં કે કોઈ પ્રી મેડિકલ ટેસ્ટની પણ જરૂર રહેશે નહીં.

આ ઈન્શ્યોરન્સનું રિચાર્જ થતાં જ તરત જ ડિજીટલરૂપ યુઝરને મળશે. તેના સિવાય ઈન્શ્યોરન્સનાં પેપરને ઓફલાઈન પણ વિનંતી કરીને મેળવી શકાશે. એરટેલના ચીફ માર્કેટિંગ ઓફિસર શાશ્વત શર્માએ જણાવ્યું હતું કે યુઝર્સે એરટેલના આ પગલાંને આવકાર્યું છે. આ સાથે જ આ પ્લાનની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!