GSTV

મહત્વની જાણકારી: ટ્રેનની ટિકિટ થશે હવે મોંઘી, 1000થી વધુ સ્ટેશનો પર વસૂલવામાં આવશે યુઝર્સ ચાર્જ

રેલ્વેમાં મુસાફરી કરતા પહેલા હવે તમારે ખીસ્સામાં વધુ બોઝ આવી શકે છે. રેલ્વે બોર્ડના ચેરમેન અને સીઈઓ વિનોદ કુમાર યાદવે જાણકારી આપતા એરપોર્ટ્સ માટે વસૂલવામાં આવતા યુઝર્સ ચાર્જની માફક અમુક રેલ્વે સ્ટેશનો પર પણ યુઝર્સ ચાર્જ વસૂલવામા્ આવશે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યુ હતું કે, પ્રાઈવેટ ટ્રેનોનું ભાડૂ માર્કેટના હિસાબે નક્કી કરવામાં આવશે. પેસેન્જર્સની વેલ્યૂ એડેડ સર્વિસ પણ આપવામાં આવશે.

આટલા રેલ્વે સ્ટેશનો પરથી મુસાફરી પાસેથી વસૂલવામાં આવશે ચાર્જ

રેલ્વેએ આજે જાહેરાત કરતા જણાવ્યુ છે કે,દેશના એક હજાર રેલ્વે સ્ટેશનો પર 10થી 15 ટકા સ્ટેશનોમાં યુઝર્સ ચાર્જ લેવામાં આવશે. CRB અને CEOએ જાણકારી આપી છે કે, 1050 સ્ટેશનોમાં મુસાફરોના ફૂટફોલ વધારવામાં આવશે. ફૂટફોલ વધારવા માટે સ્ટેશોની ક્ષમતા વધારવા માટે પુનનિર્માણ કરવામાં આવશે. આ સ્ટેશનો પર યુઝર્સ ચાર્જ લેવામાં આવશે. દેશભરમાં લગભગ 7000ની આસપાસ રેલ્વે સ્ટેશન છે.

કેટલો હશે યુઝર્સ ચાર્જ

સીઆરબીના વીકે યાદવે જાણકારી આપતા કહ્યુ છે કે, યુઝર્સ ચાર્જ માટે રેલ્વે જલ્દીથી નોટિફિકેશન જાહેર કરશે. જો કે, ચાર્જ કેટલો હશે, તેના જવાબમાં તેમણે જણાવ્યુ હતું કે, એક નાની એવી રકમ ચાર્જ વસૂલવામાં આવશે દેશમાં મોટા મોટા સ્ટેશનો પર ચાર્જ વસૂલવામાં આવશે. કે વધુ ભીડ હશે. આ યુઝર્સ ચાર્જ ટિકિટ સાથે જોડીને મુસાફરો પાસેથી વસૂલવામાં આવશે.

માર્કેટના હિસાબે નક્કી થશે પ્રાઈવેટ ટ્રેનના ભાડા

નીતિ આયોગના સીઈઓએ જણાવ્યુ છે કે, પ્રાઈવેટ ટ્રેનના ભાડા માર્કેટના હિસાબે નક્કી કરવામાં આવશે. પેસેંજર્સની વૈલ્યૂ એડેડ સર્વિસ પણ આપવામાં આવશે. પ્રાઈવેટાઈઝેશનથી રેલ્વેને લગભગ 30 હજાર કરોડ રૂપિયાની ખાનગી રોકાણ આવવાની આશા છે.

READ ALSO

Related posts

સીએમ રૂપાણીએ કોના વિશે કહ્યું કે તેઓ ગાંડા જેવી પોસ્ટ ટ્વીટ કરે છે તેનો જવાબ આપવો જરૂરી નથી

Nilesh Jethva

સાઉથ અભિનેત્રી કાજલ બંધાશે લગ્નના તાંતણે, હલ્દી સેરેમનીના વીડિયોમાં ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી

Pravin Makwana

લાઈવ બ્રોડકાસ્ટમાં બફાટ બાદ ટ્વિટરે માંગી માફી, આ ભાગને ગણાવ્યો હતો ચીનનો ભાગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!