GSTV

લ્હાય વરસાવતી ગરમીમાં લૂ લાગે તો શું કરશો? આ રહ્યાં ઘરગથ્થુ ઉપચાર

heat wave

ઉનાળાની શરૂઆતમાં જ આગ ઝરતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન થર્મોમીટરનો પારો વધુ બેથી ત્રણ ડીગ્રી ઊંચકાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.હિટવેવ જેવી પરિસ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. આજે અમે તમને લૂથી બચવાના ઉપાય બતાવીએ છીએ. જેને અપનાવીને તમે લૂથી બચી શકશો.

તેજ ગરમ હવામાં બહાર નીકળવાનું ટાળવું. ઉઘાડા શરીર અને પગે ગરમીમાં ન નીકળવું. ગરમીમાં બહાર નીકળવાનું થાય ત્યારે માથે ટોપી અવશ્ય પહેરવી જોઇએ.જ્યારે તમે ગરમીમાં બહાર નીકળો ત્યારે ખુલ્લા કપડા પહેરવા જોઇએ.સિથેટિંક,નાયલોન અને પોલિસ્ટરના કપડા ન પહેરવા જોઇએ.ઘરથી બહાર નીકળો ત્યારે ગરમીમાં લાંબો સમય ભુખ્યા પેટે ન રહેવું જોઇએ.આ સમયે આંખોનું પણ ખ્યાલ રાખવો જોઇએ. ચશ્મા પહેરીને બહાર નીકળવું જોઇએઅને આંખોનો વારંવાર ઠંડા પાણીથી ધોવી જોઇએ. આવું કરવાથી આંખોનાઇન્સપેક્સનથી બચી શકાય છે.

ગરમીમાં વધુ પરસેવો થયો હોય તો તરત જ ઠંડુ પાણી ન પીવું જોઇએ. સાદુ પાણી પણ ધીરે ધીરે પીવુ જોઇએ. ગરમીથી બચવા દિવસમાં બે ત્રણ વાર ઠંડા પાણીથી સ્નાન કરવું અને બજારમાંથી કાપેલા ફળ ન લેવા જોઇએ.ઘરે પણ ગરમીથી બચવા ઠંડક રહે તે માટે પર્દા અને કુલર વગેરેનો ઉપયોગ કરવો જોઇએ. જો તમને લૂ લાગે તો ડુંગળીને પીસીને તેનો લેપ કરવાથી લાભદાયક રહે છે.

લૂ લાગે ત્યારે અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર

* ધાણાના મોટા ચુર્ણને પાણીમાં પલાળીને તેની મસળીને ગળી લો. તેની અંદર થોડીક ખાંડ નાંખીને પીવાથી ગરમીમાં લાગેલી લૂથી રાહત મળે છે.

* ગરમીમાં પાણીની અંદર થોડોક ચણાનો ક્ષાર ભેળવીને પીવાથી શીતળતા પ્રદાન થાય છે અને લૂ લાગવાનો ડર રહેતો નથી. 

* ડુંગળીનો રસ કાઢીને પીવાથી લૂનો રોગ આગળ નથી વધતો અને ધીમે ધીમે આરામ થઈ જાય છે. 

* કાચી કેરીને બાફીને છાલ અને ગોટલી કાઢી લો ત્યાર બાદ તેને સારી રીતે મસળીને તેની અંદર સિંધાલુણ અને પીસેલું જીરૂ ભેળવીને પીવાથી તુરંત રાહત થાય છે. 

* લૂના વિકારને દૂર કરવાનો એક સરળ ઉપાય છે જવના લોટને પીસેલી ડુંગળીમાં ભેળવીને શરીર પર લગાવવાથી લૂમાંથી તુરંત આરામ મળે છે. આ ગરમીને દૂર કરીને ઠંડક આપે છે. 

* મેથીના સુકા પાનને પાણીમાં પલાળી દો. એક કલાક બાદ તેને સારી રીતે મસળીને ગળી લો. આ પાણીની અંદર થોડુક મધ ભેળવીને પીવાથી લૂ લાગતી નથી.

Read Also

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!