GSTV
Home » News » ચહેરાની સુંદરતા બગાડી રહ્યા હોય મસા તો, ટ્રાય કરો આ ઘરઘથ્થુ ઉપાયો, નહીં રહે ડાઘ પણ

ચહેરાની સુંદરતા બગાડી રહ્યા હોય મસા તો, ટ્રાય કરો આ ઘરઘથ્થુ ઉપાયો, નહીં રહે ડાઘ પણ

આમ તો મસા બીજા કોઇ અંગ પર હોય તો બહુ વાંધો નથી આવતો, પરંતુ જો ચહેરા પર હોય તો ચોક્કસથી સુંદરતામાં ડાઘ સમા લાગે છે. લોકો મસાને દૂર કરવા જાત-જાતના ઉપાય કરતા હોય છે. મસા થવાનું મુખ્ય કારણ પેપીલોમા વાયરસ છે. ત્વચા પર આ વાયરસ આવવાથી નાના, ખરબચડા પીંડ જેવું બની જાય છે, જે મસા તરીકે ઓળખાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક એવા ઘરઘથ્થુ નૂસખા વિશે, જેની મદદથી છૂટકારો મેળવી શકાય છે અનિચ્છનિય મસાથી.

-બેકિંગ સોડા અને એરંડિયું સરખી માત્રામાં લઈ બરાબર મિક્સ કરી મસા પર લગાવવાથી ધીરે-ધીરે મસા જતા રહે છે.

-વડના પાનનો રસ મસા માટે અસરકારક ઉપાય છે. તેને ત્વચા પર લગાવવાથી ત્વચા સૌમ્ય રહે છે અને મસા પણ જાતે જ ખરવા લાગે છે.

-દરરોજ સવાર-સાંજ લીંબુની ચીરી દસેક મિનિટ ચામડીના મસાવાળા ભાગ પર ઘસવાથી મસા દૂર થાય છે.

-.હળદર અને મીઠું પાણીમાં કાલવી મસા પર લગાડી રાખવાથી મસા મટે છે.

-મોરની અઘારને વિનેગારમાં ઘસીને મસા પર દિવસમાં બે-ચાર વાર લગાડવું અને ચારેક કલાક રહેવા દેવું. રાત્રે સૂતી વખતે લગાડીને આખી રાત એમજ રહેવા દેવું. બહું જલદી મટશે મસા.

Related posts

અમેરિકાએ ઈઝરાયેલ પ્રત્યેની તેમની નીતિમાં કર્યા ફેરફાર, વેસ્ટ બેંક કબ્જાને આપી માન્યતા

Mansi Patel

‘કટ્ટરતા’ પર મમતા બેનર્જીનો વાર, ઓવૈસી જેવાં નેતાઓ ઉપર ભરોસો ના કરે અલ્પસંખ્યક

Mansi Patel

ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ રમવા એક સાથે કોલકાતા નહીં જાય ટીમ ઈંડિયા, ખાસ છે કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!