GSTV
Auto & Tech Trending

WhatsApp યુઝ કરવાની ધાંસૂ રીત! સ્માર્ટફોન વિના આ રીતે ચલાવો એપ, જાણવા જેવી છે ટ્રિક

WhatsApp

WhatsApp એ આજે ​​વિશ્વની સૌથી લોકપ્રિય ચેટિંગ અને મેસેજિંગ એપ છે. પોતાના ધમાકેદાર ફીચર્સ સાથે, આ એપે લોકો માટે કામોને ખૂબ જ સરળ બનાવ્યા છે. આ એપ્લિકેશનનું વૉટ્સએપ વેબ (WhatsApp Web) ફીચર તમને તમારા સ્માર્ટફોન તેમજ તમારા લેપટોપ, ડેસ્કટોપ અને ટેબલેટ પર WhatsAppનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપે છે. પરંતુ આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે તમારો પોતાનો સ્માર્ટફોન હોવો જરૂરી છે. આજે અમે તમને એક એવી ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સ્માર્ટફોન વગર WhatsApp Webનો ઉપયોગ કરી શકશો.

Whatsapp

સ્માર્ટફોન વગર whatsapp નો યુઝ કરો

WhatsApp Webને એક્ટિવેટ કરવા માટે તમારે તમારા સ્માર્ટફોનમાં આપેલા QR કોડને સ્કેન કરવાનો રહેશે અને તમારા સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે અને ફોનને WhatsApp વેબવાળા ડિવાઇસની નજીક મૂકવો પડશે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે સ્માર્ટફોન વગર WhatsApp વેબને એક્ટિવેટ કરી શકાય છે. આ કરવા માટે, તમારે Android ઇમ્યુલેટરની જરૂર પડશે જેથી કરીને તમે તમારા PC અથવા લેપટોપ પર Android એપ્સ ડાઉનલોડ કરી શકો.

આ રીતે ઇમ્યુલેટર ડાઉનલોડ કરો

સ્માર્ટફોન વગર WhatsApp ચલાવવા માટે, તમને Andy અને BlueStacks જેવા ઘણા Android ઇમ્યુલેટર મળશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો. સૌથી પહેલા તમારું પીસી અથવા લેપટોપ ઓપન કરો અને Andy Android Emulatorની વેબસાઈટ ઓપન કરો. વેબસાઇટ પર, તમને ફાઇલ ડાઉનલોડ કરવાનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો. ડાઉનલોડ કર્યા પછી ફાઇલ પર ક્લિક કરો અને પછી તેને તમારી ડિવાઇસ પર ઇન્સ્ટોલ કરો.

whatsapp

WhatsApp યુઝ કરવા માટે આ સ્ટેપ્સને ફોલો કરો

આ પછી, ડબલ ક્લિક કરીને ફાઇલને ખોલો, સર્ચ બાર પર જાઓ અને ‘વોટ્સએપ’ સર્ચ કરો અને તેની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. એકવાર WhatsApp એપ ઇન્સ્ટોલ થઈ જાય, એપ ખોલો અને તમારો ફોન નંબર એન્ટર કરો. આ પછી તમને ઓથેન્ટિકેશન માટે પાસવર્ડ મળશે, જે દાખલ કર્યા પછી તમારી પ્રોસેસ પૂર્ણ થશે અને તમારું નામ એન્ટર કર્યા પછી તમે WhatsAppનો યુઝ કરી શકશો. આ રીતે, એકવાર તમે સ્માર્ટફોનમાંથી OTP એન્ટર કરો, પછી તમે તેને તમારા લેપટોપ, ડેસ્કટોપ અથવા ટેબલેટ પર ખોલીને સ્માર્ટફોન વિના ગમે ત્યારે WhatsAppનો ઉપયોગ કરી શકો છો.

Read Also

Related posts

હેરાન પરેશાન અને ડરી ગયેલી સારા અલી ખાને જ્હાનવી કપૂર સાથેનો એવો ફોટો કરી દીધો શેર, કારણ જાણવા બેબાકળા થઈ રહ્યા છે ફેન્સ

GSTV Web Desk

ક્યાંક તમારા ફોનમાં તો નથીને Spyware ? આ રીતે કરી શકો છો ચેક, ખૂબ જ સરળ છે આ રીત

Hemal Vegda

ક્રૂરતાની તમામ હદો પાર / યુપીના હમીરપુરમાં નિર્ભયા જેવી ઘટના, છોકરી લાપતા

GSTV Web Desk
GSTV