શિયાળાની ઋતુ આવી ગઈ છે. આ એવી સિઝન છે જેમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પર વધું ધ્યાન આપે છે. શિયાળો આરોગ્ય માટે જેટલો વધુ યોગ્ય છે, તેટલો જ આ ઋતુમાં વિવિધ પ્રકારના વાયરસના ચેપનું જોખમ રહેલું છે. વાયરસથી બચવા માટે શિયાળો આપણને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની તક પણ આપે છે કારણ કે આ ઋતુમાં ઘણા એવા શાકભાજી અને ફળો છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો પણ શિયાળામાં તમારા આહારમાં અમુક ખાસ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ શિયાળાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓ માટે મૂળ શાકભાજી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જે તેમની બ્લડ સુગરને અસરકારક રીતે નિયંત્રિત કરી શકે છે.
બીટ
ડાયાબિટીસના દર્દીઓ માટે બીટ કોઈ રામબાણ ઈલાજથી ઓછું નથી. તેના ઉપયોગથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે, સાથે જ સુગરને કારણે આંખોને નુકસાન થવાનું જોખમ પણ અનેકગણું ઘટી જાય છે. બીટમાં મળતું આલ્ફા ઓલિક એસિડ હાઈ બ્લડ સુગર લેવલ નર્વસ સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. તેમાં જોવા મળતા બીટાલેન અને બીટાનિન ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે.
ગાજર
શિયાળામાં આવતું ગાજર એક એવું શાક છે જેમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓ તેનો ઉપયોગ ગાજરના શાક, સલાડ, જ્યુસના રૂપમાં કરી શકે છે. ગાજરમાં વિટામીન એ, વિટામીન-સી, વિટામીન-કે, પોટેશિયમ, ફાઈબર અને આયર્ન જેવા અનેક પોષક તત્વો મળી આવે છે.
મૂળા
ડાયાબિટીસના દર્દીઓએ શિયાળામાં મૂળાનો ઉપયોગ કરવો જોઈએ. ગ્લુકોસિનોલેટ અને આઇસોથિયોસાયનેટ જેવા રાસાયણિક તત્વો મૂળામાં જોવા મળે છે. આ બંને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મૂળાનું સેવન તમારા શરીરના એડિપોનેક્ટીનના કુદરતી ઉત્પાદનમાં પણ વધારો કરે છે, એક હોર્મોન જે તમને ઇન્સ્યુલિન પ્રતિરોધથી બચાવે છે.
નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.
READ ALSO
- શું તમે વાંરવાર ધ્રુમપાન કરવા માટે ઓફિસમાં બ્રેક લો છો તો ચેતી જજો, જાપાને સરકારી કર્મચારીને ફટકાર્યો નવ લાખનો દંડ
- Bholaa/ શું પઠાણનો રેકોર્ડ તોડી શકશે અજયની “ભોલા”, પહેલા દિવસે આટલી કમાણીની શકયતા સેવાઇ
- Pakistanમાં ભૂખમરાનો કહેર, મફત લોટ મેળવવાની લ્હાયમાં 11 લોકોના ગયા જીવ, 60થી વધુ ઈજાગ્રસ્ત
- રામનવમી 2023: ભગવાન રામનું પ્રસિદ્ધ મંદિર, જ્યાં માત્ર દર્શન કરીને વરસે છે રામલલાના આશીર્વાદ
- Rahul Gandhiની સજાને પડકારતી પિટિશન તૈયાર, ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે: સૂત્રો