GSTV
Fashion & Beauty Life Trending

આરોગ્ય/ હિરો-હિરોઈન જેવા ચહેરા રાખવા હોય તો દૂધને ક્યારેય ના ટાળો, દૂધ સ્વાસ્થ્યની સાથે સાથે વધારે છે ખૂબસુરતી

દૂધ પીવાના ફાયદા બાળપણથી જ શીખવવામાં આવતા હોય છે. પરંતુ દૂધ સ્વાસ્થ્યની સાથેસાથે ખૂબસુરતી વધારવા માટે પણ બહુઉપયોગી સાબિત થયું છે. સામાન્ય રીતે માનુનીઓ દૂધને ક્લિન્જર તરીકે ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ દૂધના ઉપયોગથી વધતી વયના નિશાન ત્વચા પર જોવા મળતા નથી. તેમજ ત્વચા ગ્લો કરે છે.

વધતી વયથી ત્વચા પર થતી કરચલી દૂર કરે છે

સ્કિન એજિંગ એક કુદરતી પ્રક્રિયા છે. ઘણા લોકો પર ત્વચા પર વૃદ્ધાવસ્થાની અસર સમયથી જલદી જોવા મળતી હોય છે.

એક બાઉલમાં દૂધ લઇ તેમાં રૂનું પૂમડું ભીંજવીને ચહેરા પર આ રૂને ૨૦ મિનિટ સુધી રાખવું. આ પછી હળવા હાથે ત્વચા પર ઉપરની તરફતી મસાજ કરવાથી થોડા દિવસમાં જ ફરક જોવા મળશે.

એકસફોલિએટર

મિલ્ક એક ઉત્તમ એકસફોલિએટર પણ છે. દૂધની મુલાયમતા જોઇને લોકોને તેના આ ગુણ પર વિશ્વાસ ન બેસે એ શક્ય છે. પરંતુ કાચા દૂધને લોટ અથવા ચણાના લોટમાં ભેળવીને ત્વચા પર ધીરે ધીરે રગડવાથી તેના જેવું એક્સફોલિએટર અન્ય કોઇ ન થઇ શકે. આ મિશ્રણ ચહેરાની મૃત ત્વચાને દૂર કરે છે જેથી ચહેરાની ચમક બમણી વધી જાય છે.

સનબર્ન

સનબર્ન થયા પર કાચું દૂધ લગાડવાથી રાહત થાય છે. દૂધમાં લેકટ્કિ એસિડ સમાયેલું હોય છે જે સનબર્નના નિશાનને દૂર કરે છે. નિયમિત રીતે તડકામાં જવું પડતું હોય તેણે રોજ રાતના સૂતા પહેલા દૂધમાં રૂને ભીંજવીને ચહેરા પર લગાડવું અને થોડી વાર પછી ચહેરો ધોઇ નાખવો.

રૂક્ષ ત્વચા માટે ફાયદાકારક

ત્વચા વધુ પડતી રૂક્ષ હોય તો ફાટેલા દૂધનું પાણી ત્વચા માટે ફાયદાકારક છે.ફાટેલા દૂધમાં લીંબુ, ગ્લિસરિનઅને મીઠું ભેળવીને મિશ્રણ તૈયાર કરવું. સૂતા પહેલા આ મિશ્રણને ત્વચાપર લગાડવું અને સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો. ત્વચા પરની રૂક્ષતા ધીરે ધીરે દૂર થાય છે, અને ત્વચા મુલાયમ બને છે.

મોઇશ્ચરાઇઝિંગ

અલગ-અલગ પદાર્થો સાથે દૂધ મેળવીને પેક બનાવી ઉપયોગમાં લેવાથી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરી શકાય છે.
દૂધમાં મુલતાની માટી સાથે ભેળવીને પેક તૈયાર કરવો. ત્વચા પર આ પેક લગાડવાથી ડાઘ-ધાબા આછા થાય છે તેમજ ત્વચા પરનું કુદરતી ઓઇલ સમતલ રહે છે. સાથે સાથે તે ત્વચાને સાઈનિંગ આપે છે. ચહેરાની નમી દૂર કરે છે.
ચંદન પાવડરમાં દૂધ ભેળવીને પેક તૈયાર કરીને પણ ઉપયગમાં લઇ શકાય છે. તેમજ ઓટમીલમાં પણ દૂધ ભેળવીને ફેસપેક બનાવી લગાડવાથી ત્વચા મોઇશ્ચરાઇઝ થાય છે.

કાચા દૂધથી ફેશિયલ

ફેશિયલ કરતા પહેલા ચહેરાને બરાબર સ્વચ્છ કરી લેવો. ત્યાર પછી ટુવાલથી ચહેરો ઘસીને લુછવો. એક બાઉલમાં એક થી દોઢ ચમચો કાચુ દૂધ લઇ તેમાં એક ચપટી મીઠુ ્ને બે ચપટી હળદર ભેળવવી. હવે આ મિશ્રણમાં કોટન પેડને ડુબાડીને ચહેરા પર ત્રણ-ચાર મિનીટ સુધી હળવા હાથે ઘસવું. આ ક્રિયાથી ત્વચાનું ડીપ ક્લિનિંગ થાય છે. ૧૦ મિનીટ પછી ચહેરાને ધોઇ નાખવો.

આ ક્રિયા પછી ૨ ચમચા કાચા દૂધમાં અડધ ોચમચો કોર્ન ફ્લોર અને એક ચમચો ચોખાનો લોટ ભેળવવો. પેસ્ટ વધારે પડતી ઘટ્ટ લાગે તો તેને ઢીલી કરવા માટે ગુલાબ જળ તેમાં ઉમેરવું. આ મિશ્રણથી ચહેરાને સ્ક્રબ કરવો. ચહેરા પરના બ્લેક હેડ્સ અને ત્વચા પરના વધારાના ઓઇલને દૂર કરવા માટે ઉત્તમ ઉપાય સાબિત થયો છે. ત્રણ-ચાર મિનીટ હળવા હાથે ફેસપેકને રગડવી. આ પછી ત્વચાને ભીના ટુવાલથી લૂછવો.

ફેસિયલના ત્રીજા સ્ટેપમાં એક ચમચો કાચું દૂધ લેવું અને તેમાં એક ચમચો મધ ભેળવવું. એલોવેરા જેલ પણ ભેળવી શકાય છે. આ મિશ્રણને બરાબર મિક્સ કરવુ. તેમાં એક કોટન પેડ ભીંજવી તેનાથી ચહેરા પર ગોળાકારમાં મસાજ કરવો. ચાર-પાંચ મિનિટમાં જ કોટન પેડનો રંગ બદલાઇ જશે એટલે આ પેડ ફેંકી દેવું. પાંચ-છ મિનીટ પછીભીના ટુવાલથી ચહેરાને ઘસીને લૂછી લેવો.

ફેસિયલના ચોથા સ્ટેપમાં એક બાઉલમાં એક-બે ચમચા કાચું દૂધ લેવું. તેમાં ત્વાચને અનુકુળ સામગ્રી ભેળવવી. તૈલીય ત્વચા હોય તો, મુલતાની માટી અને રૂક્ષ તેમજ સામાન્ય ત્વચા માટે કેળું છુંદીને નાખવું. આ પેકને ચહેરા પર લગાડી ૧૦ મિનિટ પછી ધોઇ નાખવો.

શક્ય હોય તો કાચા દૂધનો ઉપયોગ રાતના કરવો. સવારે ત્વચા પર ફરક દેખાઇ આવશે. ઓઈલી ત્વચા હોય તો ફેસિયલ કર્યા પછી મોઇશ્ચરાઇઝર લગાડવાની જરૂર પડતી નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો 

Rajat Sultan

ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું

Rajat Sultan

શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ

Drashti Joshi
GSTV