GSTV
Home » News » આ કલરની કાર વાપરવાથી વધારે એવરેજની સાથે મળશે ગરમીમાં રક્ષણ

આ કલરની કાર વાપરવાથી વધારે એવરેજની સાથે મળશે ગરમીમાં રક્ષણ

avoid car color heat

 હાલ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે, ત્યારે ગરમીથી બચવા લોકો ભરપુર પ્રયાસ કરતા હોય છે, તો કેટલાક લોકો ઘરેથી બહાર નિકળવાની ટાળતા હોય છે, તો કેટલાક લોકો ગરમીથી બચવા કારનો ઉપયોગ કરવાનું વધુ મુનાસીબ માને છે. પણ શું તમને એ ખબર છે કે કેટલીક એવી કારો છે જે તે કારના કલરને કારણે વધુ ગરમી ઉત્પન્ન કરે છે અને તેના કારણે તેની એવરેજ પર પણ અસર થાય છે.

સફેદ, સિલ્વર, આછા કલરની કારમાં ઓછી ગરમી લાગે છે

  • વિજ્ઞાનની એટલી સમજ દરેકને છે કે સફેદ કલર સૂર્યના પ્રકાશને વધુ રિફ્લેક્ટ કરે છે, જ્યારે કાળો કલર સૂર્યના પ્રકાશને સૌથી વધુ અવશોષિત કરે છે.
  • જો તમારી કાર સફેદ, સિલ્વર કે આછા કલરના રંગની છે તો તે પ્રકાશ ઓછો અવશોષિત કરશે અને વધુ રિફ્લેક્ટ કરશે. તેનાથી કારમાં ઓછી ગરમી હશે.
  • જો તમારી કાર કાળી કે ડાર્ક કલરની છે તો તેની બોડી વધુ ગરમ થશે. કાળા અને ડાર્ક કલરની કારો માત્ર 5 ટકા સૂર્યની રોશની રિફ્લેક્ટ કરી શકે છે.
  • સફેદ અને આછા કલરની કારો 60 ટકા સૂર્યના કિરણોને રિફ્લેક્ટ કરે છે.
  • જો તમે કારનું એસી ચલાવો છો તો તેની અસર એવરેજ પર પણ પડે છે. તેથી ઠંડીની સિઝનમાં ગરમીના મુકાબલે સારી એવરેજ મળે છે.
  • જો તમારી કાર કાળા કે ડાર્ક કલરની છે તો એવી વધુ ચલાવશો, જેનાથી તેની એવરેજ ઓછી મળશે. તેજ રીતે તમારી કાર જો સફેદ કલરની છે તો અન્ય કલરના મુકાબલે સારી એવરેજ મળશે.

Read Also

Related posts

નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!