GSTV

સાયન્સના વિદ્યાર્થી હો અને આ વિષય હોય તો યુઝ કરો આ એપ્લિકેશન, આરામથી ભણતર અને ગણતર બંન્ને મળશે

પરીક્ષાના દિવસો નજીક છે એ ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને કામની એક એપની વાત કરીએ. આ રસાયણશાસ્ત્રના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મજા પડી જાય એવી છે, પણ એમના સિવાયના લોકોને, બીજાની મદદ વિના શરૂઆતમાં કદાચ કંઈ ન સમજાય એવી છે! નવી ટેકનોલોજીથી કેવી નવી સંભાવનાઓ ખૂલી જાય છે એ પણ બતાવતી આ એપ, તમારા સ્માર્ટફોનના સ્ક્રીનને એક બીકર (કાચનું પાત્ર)માં ફેરવી નાખે છે. તેમાં તમે ચાહો તે પ્રવાહી, વાયુ કે ઘન તત્વો નાખો અને એમની વચ્ચેનાં રીએક્શન જુઓ!

૧૫૦થી વધુ લિક્વિડ

કોઈ પણ કેમિકલ બીકરમાં નાખવા માટે સ્ક્રીન પર જમણી તરફના વર્તુળ પર ક્લિક કરતાં ૧૫૦થી વધુ લિક્વિડ, સોલિડ અને ગેસના વિકલ્પો મળશે. જેને બીકરમાં નાખવા માગતા હો તેને ટચ કરો. વધુ પ્રમાણમાં બીકરમાં નાખવા માટે ટચ લંબાવો. હવે આપણે જાણીએ છીએ કે બે જુદા જુદા કેમિકલ એકમેક સાથે જુદાં જુદાં રીએક્શન આપતાં હોય છે અથવા તેમને ઉકાળતાં કે સળગાવતાં એ રીએક્શન આપે છે.

બસ કલ્પનાશક્તિને છૂટો દોર આપો!

આ બંને કામ પણ સ્માર્ટફોનના બીકરમાં થઈ શકશે! બીકરમાંનાં કેમિકલ્સ ગરમ કરવા માટે, નીચેના તળિયે જમણેથી ડાબે આંગળીના લસરકે બર્નર સળગાવો. બીકર ઉપર ઢાંકણ મૂકવા માટે સ્ક્રીન પર ઉપરના ભાગે જમણેથી ડાબે આંગળી લસરાવો. મેનૂમાં જઈને લીડ/બર્નરને ટચ કરવાથી પણ આ કામ થઈ જશે. બીકરમાં ગમે ત્યાં સ્વાઇપ કરતાં દિવાસળી સળગશે. ઢાંકણ ખોલી, સ્ક્રીન ઊંધો કરતાં બીકર ખાલી થશે! અહીં પ્રવાહી લિટમસ મળશે. બીકરમાં કોઈ એસિડ નાખી, તેમાં લિટમસ નાખતાં પ્રવાહી લાલ રંગનું થશે! દરેક રીએક્શનનાં સમીકરણ પણ જોવા મળશે.સ્કૂલ/કોલેજની લેબમાં જે પ્રયોગની છૂટ ન હોય એ અહીં બેધડક કરી શકાશે, બસ કલ્પનાશક્તિને છૂટો દોર આપો!

એન્ડ્રોઇડ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને આ એપ મેળવવા સર્ચ કરો : BEAKER – Mix Chemicals.

READ ALSO

Related posts

15મી માર્ચ બાદ આ શહેરમાં પ્રવેશનારે કરવી પડશે જાણ, નહીં તો કાયદેસરની થશે કાર્યવાહી

Karan

સ્પેન અને ઇટલીમાં કોરોના બેકાબૂ : એટલા કેસો અને મોતના આંક છે કે હોસ્પિટલો પડી રહી છે ઓછી

Karan

કોરોનાવાયરસનો કહેર: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રમિકો માટે કરી આ જાહેરાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!