આપણે બધા જાણીએ છીએ કે દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે દહીં ખાવું જોઈએ. આ સાથે જ દહીં તમને કેટલાક સ્વાસ્થ્યવર્ધક ફાયદા પણ આપે છે. ઘણા લોકો ડેરીમાંથી દહીં ખરીદે છે, જ્યારે ઘણા લોકો દૂધમાંથી જ ઘરે દહીં બનાવે છે. ક્યારેક દહીં એકદમ પરફેક્ટ બને છે તો ક્યારેક દહીં બરાબર સેટ થતું નથી. બીજી તરફ ઘણી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે છે કે ઉનાળામાં દહીં ઝડપથી ખાટું થઈ જાય છે અને બજાર જેવું દહીં નથી બનતું. આનો હાલ થઇ શકે છે. તમને અહીં આપવમાં આવતી ટિપ્સને ફોલો કરીને તમે બજાર જેવું દહીં ઘરે જમાવી શકો છો.
પ્રથમ રીત
- ઉનાળામાં ઉંચુ તાપમાન અને શિયાળામાં નીચું તાપમાન હોવાને કારણે ઘણીવાર દહીં મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે. દહીં બરાબર સેટ થતું નથી, તે અડધું દૂધ અને અડધું દહીં રહે છે.
- આ અડધું મળેલું દહીં ઠીક કરવા માટે, તમારે ગેસ પર કડાઈ અથવા તવામાં પાણી ગરમ કરવું.
- ધ્યાનમાં રાખો કે તમારે પાણી માત્ર નવસેકું ગરમ જ જોઈએ છે, ઉકળતું નહીં.
- હવે આ ગરમ પાણી ઉપર બગડેલું દહીં ઢાંકીને રાખી દો અને ઉપરથી ભગોની અથવા તવાને ઢાંકી દો.
- 10-15 મિનિટ માટે આ રીતે રહેવા દો અને પછી 5-7 કલાક માટે ફ્રીજમાં રાખો.
- આ ટ્રીકથી દહીં બરાબર સેટ થઈ જશે.

બીજી રીતે
- જો તમને ઉનાળામાં દહીં જામતું ન હોય તો આ રીત અપનાવો.
- દહીં સેટ કરવા માટે, દૂધને હૂંફાળું કરો અને તેને માટીના વાસણમાં રાખો.
- હવે તેમાં એક ચમચો મેળવણ નાખો અને તેને મિક્સ કરી લો જેથી દહીં અને દૂધ બરાબર મિક્સ થઈ જાય.
- હવે તેને ઢાંકણ વડે ઢાંકી દો અને ઉપર ટુવાલ વડે ફરીથી ઢાંકી દો.
- દહીંને આ રીતે ત્રણથી ચાર કલાક રહેવા દો.
- ચાર કલાક પછી દહીંના પોટને ફ્રીજમાં રાખો જેથી તે સારી રીતે સેટ થઈ જાય.
ત્રીજો રસ્તો
- દહીંને કન્ફેક્શન જેવા ક્રીમના લેયર સાથે સેટ કરવા માટે, પહેલા ફુલ ક્રીમ દૂધને ઉકાળો અને તેને ઠંડુ થવા દો.
- હવે આ ફુલ ક્રીમ દૂધને માટીના વાસણમાં રાખો.
- એક ચમચી દહીં મિક્સ કરો અને દહીં અને દૂધને ચમચી સાથે સારી રીતે મિક્સ કરો.
- હવે તેના પર ચાળણી મૂકો અને ચાળણી પર પ્લેટ મૂકીને તેને ઢાંકી દો.
- ત્રણથી ચાર કલાક માટે આમ જ રહેવા દો, પછી સેટ થવા માટે ત્રણથી ચાર કલાક ફ્રીજમાં રાખો.
- આ રીતે દહીં સેટ કરવાથી એકદમ ક્રીમી દહીં સેટ થશે.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો