GSTV

આજે ભારત બંધના કારણે નથી ખુલી બેન્કિંગ શાખાઓ? તો આ માધ્યમ થકી પૂર્ણ કરો તમારા જરૂરી કામ…

આજે 26 નવેમ્બરના 10 કેન્દ્રીય ટ્રેડ યૂનિયને ભારત બંધની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિઓના વિરોધમાં આ હડતાલ બોલાવવામાં આવી છે. તો બેન્ક કર્મચારીઓને પણ આ ભારત બંધનું સમર્થન કર્યું છે. જેના કારણે આજે બેન્કિંગ કામ પણ પ્રભાવિત રહી શકે છે. ખરેખર, આ ભારત બંધનું ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈડ એસોસિએશન (AIBEA) ને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જે કારણે સામાન્ય લોકોને આજે બેન્કમાં જઈને બેન્કિંગ લેણદેણમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. એવામાં ભારત બંધના કારણે ઓનલાઈન માધ્યમથી ગ્રાહક પોતાની પરેશાનીને ઓછી કરી શકે છે.

ઓનલાઈન ટ્રાંજેક્શન માટે બેન્કિંગ

ભારત બંધના કારણે જો બેન્કની શાખાઓ બંધ હોય તો બેન્કિંગ માટે ઓનલાઈન માધ્યમનો વપરાશ કરવામાં આવી શકે છે. ઓનલાઈન ટ્રાંજેક્શન માટે બેન્કિંગ સાથે જોડાયેલ પોતાના જરૂરી કામને પતાવવા માટે કરી શકાય છે. તે માટે આ માધ્યમનો પણ વપરાશ કરી શકાય છે.

નેટ બેન્કિંગ

જો તમારી બેન્કની શાખા બંધ છે તો ઓનલાઈન માધ્યમમાં નેટ બેન્કિંગ અથવા ફોન બેન્કિંગનો વપરાશ કરી શકાય છે. નેટ બેન્કિંગ થકી ઘર બેઠા જ પૈસાનું લેણદેણ અને ઘણા અન્ય જરૂરી બેન્કના કામ પણ પતાવી શકાય છે.

UPI લેણદેણ

જો તમારે કોઈની પણ સાથે લેણદેણ કરવાનું છે અને તમારી બેન્કની શાખા પણ બંધ છે તો તમે UPI થકી લેણદેણ કરી શકો છો. તે માટે તમે બેન્ક, UPI નંબર અથવા કોઈ પ્રકારની બીજી ચૂકવણી પણ કરી શકો છો. તે માટે તમારી પાસે UPI આઈડી હોવુ જરૂરી છે.

Aadhaar Enabled Payment System (AEPS) થી લેણદેણ

જો તમારુ બેન્ક એકાઉન્ટ તમારા આધાર કાર્ડ સાથે લિંક છે તો તમે આ સુવિધાનો ફાયદો પણ ઉઠાવી શકો છો અને બેન્ક સાથે જોડાયેલ કામ પણ સરળતાથી કરી શકો છો. આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AEPS) નેશનલ પેમેન્ટ્સ કોર્પેરેશન ઓફ ઈંડિયાનું એક મોડલ છે. તે થકી આધાર પ્રમાણીકરણનો વપરાશ કરી પૈસા ટ્રાંસફરની મંજૂરી મળે છે.

ATM થી લેણદેણ

તો ATM ના માધ્યમથી બેન્ક સાથે જોડાયેલ જરૂરી કામ તમે કરી શકશો. એટીએમના માધ્યમથી પૈસાની નિકાસીની સુવિધા 24 કલાક ચાલુ છે. એવામાં જરૂરિયાત પડવા પર એટીએમમાંથી પૈસાનું લેણદેણ કરી શકાય છે.

READ ALSO

Related posts

50 પૈસા વ્યાજે રૂપિયાની લાલચમાં સુરતીએ 8.42 લાખના દાગીના ગુમાવ્યા, 3 દિકરી, પત્ની અને ભત્રિજી દાગીના વિનાની થઈ ગઈ

Bansari

‘સેટ પર તો બધા મને…’ બોલ્ડ સીન કરતી વખતે થાય છે કેવો અનુભવ, સની લિયોનીએ કર્યો મોટો ખુલાસો

Bansari

ફાયદાનો સોદો/ હવે કંઈ પણ ગિરવે મુકયા વિના મળી જશે 5 કરોડ રૂપિયા સુધીની લોન, જાણો કઈ બેન્ક કોને આપી રહી છે આ સુવિધાઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!