GSTV

રામબાણ ઈલાજ: ખરતા વાળ, પીળા પડી ગયેલા દાંત અને ચમકદાર સ્કિન બનાવવા માટે આ રીતે કરો સરસવના તેલનો ઉપયોગ

Last Updated on January 30, 2021 by Pravin Makwana

સરસવના તેલનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. તેને ખાવાનું બનાવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત માથામાં માલિશ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. સરસવનું તેલ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક ફાયદાઓ પણ થાય છે. આ ઉપરાંત સ્કિન, દાંત અને વાળની વૃદ્ધિ માટે પણ તે કારગર નિવડે છે.

હ્દય માટે ઉપયોગી

અમેરિકી જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રીશિયનમાં પ્રકાશિત એક સંશોધનમાં જણાવ્યા પ્રમાણે ભોજનમાં સરસવનું તેલ શામેલ કરવાથી સ્વાસ્થ્યને ખૂબ લાભ થાય છે. તેમા રહેલા મોનોસૈચુરેટેડ ફૈટી એસિડ શરીરમાં રહેલા હાનિકારક કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરે છે, જ્યારે લોહીમાં રહેલા ફૈટના સ્તરને સંતુલિત રાખી તેને સક્રિય બનાવે છે.

સંક્રમણથી આપે છે સુરક્ષા

સરસવના તેલમાં બેક્ટેરિયા, ફંગલ અને વાયરસને દૂર કરવાના ગુણો પણ મળી આવે છે. તેનો શરીરના બહારના ભાગમાં ઉપયોગ અથવા ભોજનમાં નાખીને ખાવાથી મૌસમી સંક્રમણ સહિત પાચન તંત્રના સંક્રમણ વિરુદ્ધ લડવાની શક્તિ ઉભી કરે છે.

સ્કિન માટે ઉત્તમ

સરસવનું તેલ વિટામીન ડીથી ભરપૂર હોય છે. જે સ્કિન માટે ઉત્તમ છે. તેને સ્કિન પર લગાવાથી ફાઈન લાઈન અને કરચલીઓ દૂર થાય છે. જે સન સ્ક્રિનની માફક કામ કરે છે. ખૂબ વધારે શરીર પર તેલ રગળવાથી, અથવા તો ખરાશનું કારણ બની શકે છે. ઓયલી સ્કિન અને સંવેદનશીલ સ્કિનવાળાને તેના માલિશથી દૂર રહેવું. નારિયેળ તેલમાં સરસવનું તેલ બરાબર માત્રામાં નાખવાથી સ્કિનમાં સુંદરતા આવે છે.

વાળની વૃદ્ધિ માટે…

વાળ ખરતા હોય અથવા તેની વૃદ્ધિની ગતિ ધીમી પડી ગઈ હોય, તો સરસવના તેલનો ઉપયોગ મદદગાર સાબિત થશે. સરસવના તેલમાં મળતુ કૈરોટીન વાળની વૃદ્ધિને ઝડપી બનાવે છે. તેના માલિશથી માથાની અંદર લોહીનો પ્રવાહ વધારે છે. જ્યારે બેક્ટેરિયા વિરોધી ગુણ માથામાં સંક્રમણથી સુરક્ષા આપે છે. સરસવના બીજને પીસીને તેની પેસ્ટ બનાવીને તેલમાં મિલાવીને માથા પર આખી રાત લગાવી રાખો, તેનાથી ખરતા વાળને અટકાવી શકાય છે.

દાંતની ચમક માટે…

ચપટી આયોડિન નમક લઈ લો અને થોડી માત્રામાં સરસવનું તેલ ભેળવીને તેનું મિશ્રણ બનાવી આંગળી વડે દાંતો પર બે મિનીટ સુધી મંજન કરો. ત્યાર બાદ થોડી વાર માટે મો બંધ કરી દો. બાદમાં હુંફાળા પાણીથી કોગળા કરી નાખો. આ પ્રકારનું મિશ્રણ દરરોજ કરવાથી થોડા દિવસમાં જ અસર દેખાશે.

READ ALSO

Related posts

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah

Technology Alert / Mobile યુઝર્સને સરકારે આપી ચેતવણી! એન્ડ્રોઇડ હોય કે આઇફોન… હેકર્સથી બચવા માટે તાત્કાલિક કરો આ કામ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!