સરકાર દ્વારા એક તરફ પાણી બચાવોની વાત કરવામા આાવે છે, મોટી મોટી જાહેરાતો કરવામા આવે છે ત્યારે બીજી તરફ વાડ ચીભડાં ગળે તે રીતે સરકારી કાર્યક્રમમા જ પીવાના ઠંડા પાણીનો વ્યય કરવામા આવ્યો. અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે આયોજીત કેસર કેરી મહોત્સવમાં ખેડૂતોએ પકવેલી કેરી વેચવાનો ય જશ સરકારે લેવાનો હતો એટલે આજે મોટો તાયફો કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા કેરીના રસિયાઓ માટે રીવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે કેસર કેરી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. શુક્રવારે તેનુ લોકાર્પ્ણ કરવાનો કાર્યક્રમ હતો, જેમા ધારાસભ્યો,સંસદસભ્યો અને અન્ય નેતાઓ આવવાના હોવાથી તેઓને ઠંડક મળે તે માટે મોટા મોટા કૂલર મુકવામા આવ્યા હતા.
કુલર મુકવામા આવ્યા તે તો બરોબર છે પણ તેમા પીવાનુ પાણી મીનરલ વોટર જગમાંથી પાણી ભરવામા આવ્યું. આ જૂઓ દ્ર્શ્યો ઠંડા પાણીના જગમાંથી સતત કૂલરમાં પાણી વહ્યા કરે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એક તરફ લોકોને પીવાનુ શુધ્ધ પાણી મળતુ નથી અમદાવાદીઓ છાશ વારે પાણી માટે માટલા ફોડ દેખાવો જેવા કાર્યક્મ કરે છે તો બીજી તરફ કેસર કેરી મહોત્સવમા આવનારા નેતાઓને ગરમી ના લાગે તે માટે ઠંડા મીનરલ વોટરનો ઉપયોગ કૂલરમાં કરવામા આ્વ્યો.
અહીં પીવા માટે જે પાણીનો ઉપયોગ કરવામા આવે તે કુલરમા નાંખવામા આવ્યુ. આ દ્રશ્યો જોતા એવુ લાગે કે સરકારની કરની અને કથની અલગ છે. પાણી બચાવોની વાત માત્ર પોકળ છે. જો આ રીતે સરકારી કાર્યક્મોમાં સરકાર પાણીનો વ્યય કરે તો તે નાગરિકોને પાણી બચાવવાની સલાહ આપવાને લાયક પણ નથી રહી.