GSTV

ફેક્ટ ચેક/ શું લાંબા સમય સુધી માસ્ક લગાવી રાખવાથી શરીરમાં થઈ શકે છો ઓક્સિજનની અછત? જાણો આ વાયરલની સત્ય હકિકત

Last Updated on May 15, 2021 by Harshad Patel

દેશમાં કોરોના સંક્રમણના આંક ભલે એક બે દિવસથી સુધરતા ગયા છે. પરંતુ હાલત હજુ પણ ખરાબ છે. કોરોનાના આ સંકટ સમયમાં નિષ્ણાંતો પણ શારીરિક અને માનસિક બંને રીતે શરીરનું ધ્યાન રાખવા બાબતે જોર આપે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો આ વિકટ પરિસ્થિતિમાં લોકોને કોરોનાથી જોડાયેલી માહિતી પ્રતિ સાવધાની રાખવાની જણાવે છે. સોશ્યલ મીડિયા પર કેટલીય એવી ખબરો આવે છે. જે તમને ભ્રમિત કરી શકે છે.

માસ્ક પહેરી રાખવાથી ઓક્સિજનની ઘટ પડે

સોશ્યલ મીડિયામાં માસ્કના ઉપયોગને લઈને એક દાવો કરવામાં આવી રહ્યો છે. સોશ્યલ મીડિયામાં એક વાયરલ પોસ્ટમાં કહેવાઈ રહ્યું છે કે લાંબા સમય સુધી માસ્કના ઉપયોગથી શરીરમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધી જાય છે અને ઓક્સિજનની ઘટ પડે છે. માણસને દિવસભર 550 લિટર ઓક્સિજનની જરૂરિયાત હોય છે. માસ્ક લગાવવાને કારણે આ ઘટીને 200થી 250 લિટર રહી જાય છે. એટલા માટે માસ્ક ન લગાવવું જોઈએ.

આ પ્રકારનો દાવો સંપૂર્ણ ખોટો

ભારત સરકારની પ્રેસ સૂચના બ્યુરોએ ટ્વિટના માધ્યમથી આ વાયરલ ટ્વિટનું ખંડન કરતાં લોકોને જાગૃત કર્યા છે. ટ્વિટમાં જણાવ્યું છે કે આ પ્રકારનો દાવો સંપૂર્ણ ખોટો છે. કૃપા કરીને આના ઉપર ભરોસો ના કરો. કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે માસ્ક યોગ્ય રીતે પહેરો. સોશ્યલ મીડિયા પર ફેલાઈ રહેલા આ પ્રકારની વાતો પર ભરોસો ના કરો. ના તો આને શેર કરો.

લોકો માસ્ક યોગ્ય રીતે લગાવવાની રીત શીખી લે

દિલ્હી એમ્સ ડિપાર્ટમેન્ટ ઓફ હેમેટોલોજીના ડો. જયસ્તુ સેનાપતિ કહે છે કે જો વર્તમાન પરિસ્થિતિમાં લોકો માસ્ક યોગ્ય રીતે લગાવવાની રીત શીખી લે તો જલદીથી આ સંક્રમણ પર કાબુ મેળવી શકીએ છીએ. જો નાક અને મોં સારી રીતે ઢાંકેલા નહીં હોય તો તમને આનો કોઈ લાભ નહીં થાય. ધ્યાન રાખો માસ્ક સારી રીતે કસીને બાંધેલું હોવું જોઈએ. એનાથી નાક અને મોં કવર થવું જોઈએ.

નાક અને મોં કવર થવા જોઈએ

કોઈપણ પ્રકારનું માસ્ક પહેરો પરંતુ ધ્યાન એ વાતનું રાખો કે એનાથી નાક અને મોં કવર થવા જોઈએ. એન 95 માસ્ક સૌથી સારું માનવામાં આવે છે. કારણ કે તે વાયરસને ફિલ્ટર કરવામાં વધુ પ્રભાવી છે. એ પછીથી સર્જીકલ માસ્કને સારું માનવામાં આવે છે. જો એમાંથી કોઈ ઉપલબ્ધ ન હોય તો કપડાના બે માસ્ક પણ પહેરી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!