GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

નવો ફતવો: સરકારી કાર્યોમાં માત્ર મરાઠી ભાષાનો જ ઉપયોગ નહીં તો…..

મહારાષ્ટ્રમાં શિવસેનાની સત્તા આવ્યા બાદ ફરીથી મરાઠી વિમર્શ શરૂ થઇ ગયો છે, રાજ્યનાં સામાન્ય વહીવટી વિભાગએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તમામ કર્મચારી મરાઠી ભાષાનો ઉપયોગ કરે, ખુદ મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે પાસે આ વિભાગ છે, એવામાં એ સ્પષ્ટ છે કે મરાઠી માનુષની વિચારધારાને પ્રમોટ કરનારી શિવસેના જ આ વિચારની પાછળ છે.

સંદેશાવ્યવહારમાં માત્ર મરાઠી ભાષાનો જ ઉપયોગ

રાજ્ય સરકારે આ સર્ક્યુલરમાં સ્પષ્ટ કહ્યું છે કે તમામ સરકારી ઓફિસો, વિભાગો, ખાતાકિય કચેરીઓ અને યુનિટ કાર્યલયોમાં સત્તાવાર ઉપયોગ માટે લખાનારા તમામ પત્રો અને અન્ય સંદેશાવ્યવહારમાં માત્ર મરાઠી ભાષાનો જ ઉપયોગ કરવામાં આવશે, એવું ન કરનારાઓને ચેતવણી આપવામાં આવશે અથવા તેની કોન્ફિડેન્સિયલ રિપોર્ટમાં તેની એન્ટ્રી કરવામાં આવશે, અથવા તો પછી તેમનું ઇન્ક્રિમેન્ટ એક વર્ષ માટે રોકી દેવામાં આવશે.

અગાઉ પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે

મંત્રાલયના પરિપત્રમાં જણાવાયું છે કે, આ કેસમાં દોષીત જણાતા કર્મચારીઓને તો જ મુક્તિ આપવામાં આવશે, જો મરાઠીનો ઉપયોગ ન કરી શકવા માટે કોઈ નક્કર કારણ આપી શકાય. આ પરિપત્રમાં કેટલીક સરકારી યોજનાઓની જાહેરાતો અને હિન્દી અને અંગ્રેજીમાં લખાયેલા નારાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે આ સંદર્ભમાં અગાઉ પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ તેનું પાલન કરવામાં આવી રહ્યું નથી.

ફક્ત મરાઠીમાં વાતચીત કરવી જોઈએ

કેબિનેટની બેઠક દરમિયાન પણ આ મુદ્દો ઉભો થયો હતો અને સંબંધિત વિભાગોમાં તેનો અમલ થાય તે માટે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી. પૂર્વ મુખ્ય સચિવ મહેશ જગડેએ આ નિર્ણયને આવકારતા કહ્યું કે, જો તમે મહારાષ્ટ્રમાં કાર્યરત છો, તો તમારે ફક્ત મરાઠીમાં વાતચીત કરવી જોઈએ. અગાઉની સરકારોએ પણ ચેતવણી આપી હતી પરંતુ તેમાં કોઈ ફરક પડ્યો નહોતો. લાગે છે કે આ સરકારે તેને ગંભીરતાથી લીધું છે.

READ ALSO

Related posts

મુંબઈના બોરીવલીમાં આવેલા શોપિંગ સેન્ટરમાં ભિષણ આગ, 14 ફાયર ફાયટર ઘટનાસ્થળે

Arohi

સુરતથી અમદાવાદ આવી રહેલા લોકો બની શકે છે ‘સુપરસ્પ્રેડર’, 574માંથી આટલા લોકો નીકળ્યાં કોરોના પોઝિટિવ

Bansari

અમેરિકામાં દિવસેને દિવસે વકરતો કોરોના, એક જ દિવસમાં નોંધાયા કોરોનાના વધુ 65,551 કેસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!