GSTV
Gujarat Government Advertisement

હવેથી મોંઘુ થઇ જશે ATM કાર્ડનો ઉપયોગ , જાણો કારણ

Last Updated on July 4, 2018 by

હવે મોંઘુ થઇ જશે તમારા માટે ATM કાર્ડનો ઉપયોગ કરવાનું. થોડાક જ મહિનાની અંદર તમારી પર ATM ચાર્જ વધી શકે છે. એનું કારણ હશે કે રિઝર્વ બેંક દ્વારા ATM અપગ્રેડેશનને લઇને નિર્દેશ આપવામાં આવ્યા છે. આ રૂલના કારણે ATM ઇન્ડસ્ટ્રી એના ખર્ચાની ચુકવણી કરી લેશે.

ATM ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે પહેલાથી જ ઇન્ડસ્ટ્રી ખોટમાં ચાલી રહી છે અને ATM ના અપગ્રેડશનથી ટ્રાન્ઝેક્શન ફી વધારવામાં આવે.

ATM દ્વારા છેતરપિંડા અને હેકિંગની વધતી ફરિયાદોને ગંભીરતાથી લેતા રિઝર્વ બેંકે ATM અપગ્રેડશનની સીમા નક્કી કરી લીધી હતી. આ ડેડલાઇન 6 તબક્કામાં વહેંચાયેલી છે અને પહેલી ડેડલાઇન ઓગસ્ટ 2018 છે. જ્યારે છઠ્ઠું અને અંતિમ  જૂન 2019એ ખતમ થશે

ATM અપગ્રેડેશન હેઠળ BIOS પાસવર્ડ, USB પોર્ટ ડિસેબલ કરવો, ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન અપ્લાય કરવાની સાથે સાથે નવી નોટો પ્રમાણે કેસેટ્સ અને રીકન્ફ્યીગ્યર કરવાનું પણ સામેલ હતું.

RBIના તાજા નિર્દેશથી ATMનો ખર્ચ ઓછામાં ઓછો 25 ટકા વધી જશે. બીજી બાજુ બેંકો પણ પોતાની સર્વિસ મોંઘી કરશે કારણ કે એમની ઓપરેશનલ કોસ્ટ પણ 40 ટકા વધી જશે.

ઓપરેશનલ કોસ્ટ વધવાની સ્થિતિમાં બેંક બે પ્રકારના પગલા ભરી શકે છે. પહેલા તો કસ્ટમરથી ફ્રી ટ્રાન્ઝેક્શન ખતમ થવા પર 18 રૂપિયા પ્લસ GST ચાર્જમાં વધારો કરી દે. બીજું ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટીને ઓછી કરી દેવામાં આવે, જે હાલમાં 5 અથવા 3 છે.આના કારણે આ ATMની સિક્યોરિટી પર જોખમ છે.

BIOS પાસવર્ડ, USB ડિસેબલ કરવું, ઓટો રન ફેસિલિટી ડિસેબલ કરવું, ઓપરેટિંગ સિસ્ટમ અને અન્ય સોફ્ટવેર્સનું લેટેસ્ટ વર્ઝન અપ્લાય કરવું, ટર્મિનલ સિક્યોરિટી સોલ્યુશન, ટાઇમ બેસ્ડ એડમિન એક્સેસ વગેરે જેવા પગલાને અમલમાં લાવવા માટે RBIએ બેંકોને ઓગસ્ટ 2018 સુધીનો સમય આપ્યો છે.

એન્ટી સ્કિમિંગ અને વ્હાઇટ લિસ્ટિંગ સોલ્યુશન લાગૂ કરવાને લઇને ડેડલાઇન માર્ચ 2019 નક્કી કરવામાં આવી છે.

દરેક ATMની ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટેડ વર્ઝનની સાથે અપગ્રેડ કરવા માટે ડેડલાઇન સપ્ટેમ્બર 2018 છે.

Gujarat Government Advertisement

Related posts

બરોડા: સોશિયલ મીડિયા પર ઓળખ છુપાવી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, લવ જેહાદ હેઠળ નોંધાઈ પોલીસ ફરિયાદ

Pritesh Mehta

ક્રિતી સેનન જીમમાં આ રીતે પરસેવો વહાવે છે, અભિનેત્રીએ કહ્યું કે આ છે ઇન્સ્ટાગ્રામ v / s રિયાલિટી, જુઓ ફની વીડિયો

Vishvesh Dave

Health Tips / સાઇનસના દુ:ખાવાથી આજે જ રાહત મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા, થશે મોટી રાહત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!