GSTV
Home » News » કેરીનો ઉપયોગ માત્ર શેક માટે નહીં, ત્વચાને પણ આપે છે ગ્લો અપનાવો આ રીત

કેરીનો ઉપયોગ માત્ર શેક માટે નહીં, ત્વચાને પણ આપે છે ગ્લો અપનાવો આ રીત

ગરમી શરૂ થતાં જ બધાના ઘરમાં કેરી આવવા લાગે છે. અને બજારમાં પણ અલગ-અલગ પ્રકારની વેરાયટી જોવા મળે છે. કોઈ તેને શેક બનાવવામાં ઉપયોગ કરે છે, તો કોઈ ફ્રૂટ સલાડ બનાવે છે. એ ઉપરાંત પણ કેરીનો ઉપયોગ ત્વચા અને વાળની સંભાળ માટે થાય છે. વાળમાં કંડિશનિંગ કરવા, ચહેરા પરની કરચલીઓને દૂર કરવાનું કામ પણ કેરી કરે છે.

જો તમારા ચહેરા પર રિંકલ્સ અને કરચલી થવા લાગે તો કેરીનું ફેસ પેક બનાવો. આ ફેસ પેકમાં ઈંડાનો સફેદ ભાગ નાખીને પેસ્ટ બનાવો. આ પેકને ચહેરા પર 30 મિનિટ સુધી લગાવી રાખો. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ અને કોલાજન તમારી ત્વચાને ફાયદો કરશે. અઠવાડિયામાં એક વાર આ પેકનો ઉપયોગ કરો.

કેરીના છોતરાનું પણ તમે ફેસ પેક બનાવી શકો છો. આ પેસ્ટમાં તમે ઘઉંનો લોટ મિક્સ કરો. આ પેકને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો સૂકાઈ ગયા બાદ તેને પાણી વડે સાફ કરો. ચહેરો ખાલી સાફ નહીં થાય તેમાં અંદર રહેલા ગ્લોને પણ બહાર લાવે છે.

જો તમારા ચહેરા પર ગ્લો ગરમીના કારણે ઓછો થતો જાય છે તો કેરી છુંદી છે તેમાં બદામનો પાઉડર અને દૂધ મિક્સ કરીને બનાવેલી પેસ્ટ ચહેરા પર લગાવો, સૂકાઈ ગયા બાદ તેને ઠંડા પાણી વડે સાફ કરો. નિયમિત રીતે પ્રયોગ કરો ચહેરા પરનો ગ્લો ધીમેધીમે પાછો આવશે.

કેરીની પેસ્ટમાં દહીં મિક્સ કરીને ફેટી લો. પેસ્ટ વધુ ઘટ્ટ બનાવવા માટે તેમાં ઈંડાનો સફેદ ભાગ પણ મિક્સ કરી શકો છો. અડધો કલાક આ હેર માસ્કને લગાવો ત્યારબાદ શેમ્પૂ વડે વાળ ધોઈ નાખો. વાળનો મજબૂત બનાવવા અને સફેદ વાળથી દૂર રહેવા માટે આ પેકનો ઉપયોગ ફાયદાકારક રહેશે.

Read Also

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

જો તમને ગેસ અપચો જેવી સમસ્યા છે તો આ પદાર્થનું કરો સેવન, દૂર થશે તકલીફ..

pratik shah

Health Tips : Hypertensionનાં દર્દીઓએ ફૂડમાં આ ખાદ્ય પદાર્થોનો વપરાશ કરવો જોઈએ નહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!